દેશના માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે MSME નિકાસમાં 40% થી વધુ હિસ્સો ધરાવે છે. જો કે વિકસીત દેશો ખાસ કરીને યુએસ અને યુરોઝોન દેશોમાં આર્થિક મંદીને કારણે આ MSME સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ક્રિસિલ એમઆઇ એન્ડ એના રિસર્ચ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દર પાંચમાંથી એક એમએસએમઇ તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતમાં 2019થી એટલે કે કોવિડ પહેલાના સ્તરોમાં વધારો જોઈ શકે છે. નિકાસ આધારિત ઊદ્યોગોને વધુ કાર્યકારી મૂડીની જરૂર વધી છે.
ક્રિસિલ MI&Aના ડિરેક્ટર પુશન શર્માના જણાવ્યા અનુસાર નિકાસલક્ષી સાહસોને વધુ કાર્યકારી મૂડીની જરૂર છે. ગુજરાત ક્લસ્ટરમાં જ્યાં અમદાવાદમાં કાર્યકારી મૂડીમાં 20 થી 25 દિવસનો વધારો કરવો પડી શકે છે. સુરતમાં આ આંકડો 35 દિવસની આસપાસ હોવો જોઈએ.
કાર્યકારી મૂડી શા માટે વધારવી પડશે?
વિદેશી આયાતકારો દ્વારા ચૂકવણીમાં વિલંબને કારણે આ નાની કંપનીઓને ઉત્પાદન ચાલુ રાખવા માટે વધુ મૂડીની જરૂર પડશે. ચીની ઉત્પાદકોએ મોટા જથ્થામાં સામાન ડમ્પ કર્યા પછી સ્ટોક (ઇન્વેન્ટરીઝ) વધ્યો છે અને વેચાણમાં ઘટાડો થયો છે. તુર્કીમાં થોડા દિવસો પહેલા આવેલા ભૂકંપને કારણે માંગમાં ઘટાડો થયો છે, જ્યારે યુ.એસ.માં મંદીને કારણે માંગમાં ઘટાડો થયો છે. કોમોડિટીના વધતા ભાવોએ કાર્યકારી મૂડીની જરૂરિયાત પણ વધારી છે.