કેનેડામાં ઓન્ટેરિયામાં 5 ડિસેમ્બરે 21 વર્ષીય કેનેડિયન-શીખ છોકરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ટાર્ગેટ કિલિંગનો કેસ માને છે. પોલીસને જણાવ્યા અનુસાર, મૃતક છોકરી બ્રેમ્પટનની રહેવાસી પવનપ્રીત કૌર છે. તે મિસિસોગા શહેરમાં તે પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવી રહી હતી, ત્યારે અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી.
આ છેલ્લા 15 દિવસમાં બીજીવાર ઘટના બની છે. અગાઉ, 25 નવેમ્બરે કોલંબિયામાં એક 18 વર્ષની છોકરીની હત્યા કરવામાં આવી હતી. મહેકપ્રીત સેઠીની સ્કૂલના પાર્કિંગમાં એક છોકરાએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
પોલીસ ઓફિસર નાગતેગલ કહ્યું- લોકોથી પૂછપરછ કરતાં ખબર પડી છે કે હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા. અમને ખબર નથી કે શંકાસ્પદ હુમલાખોર છોકરો હતો કે છોકરી. કારણ કે તે ખૂબ જ ઝડપથી ભાગી ગયો હતો. લોકોએ માત્ર તેને ભાગતો જોયો, એવામાં હુમલાખોરની ઓળખ કરવી મુશ્કલ છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. શંકાસ્પદની શોધખોળ ચાલુ છે.
પોલીસ અધિકારી નાગતેગલે કહ્યું- હુમલા સમયે કેટલાક લોકો સ્થળ પર હાજર હતા. એમાંથી એક કાર્મેલા સેન્ડોવાલે કહ્યું કે, ગોળીનો અવાજ સાંભળતા જ અમે જોયું કે એક યુવતી જમીન પર પડી હતી. હું કેટલાક લોકો સાથે યુવતી પાસે પહોંચ્યો. અમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો. એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ લોહી વહેવાને કારણે તેણે જીવ ગુમાવ્યો.
મહેકપ્રીતનું 25 નવેમ્બરના રોજ ઓન્ટેરિયોના સરે શહેરમાં તામનવીસ સ્કૂલના પાર્કિંગમાં મૃત્યુ થયું હતું. એક 17 વર્ષના છોકરાએ તેને છરીના ઘા મારીને હત્યા કરી હતી. સ્કૂલના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, આરોપી છોકરો વિદ્યાર્થી નહોતો. હુમલા બાદ મહેકપ્રીતને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.