આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડાયેલાં જોખમો દૂર કરવા માટે તેની ક્ષમતા પર નિષ્ણાતોને ભરોસો નથી અને હવે એક નવો પડકાર સામે છે. એઆઇનું એક નવું ટૂલ આકર્ષક ટેકસ્ટ, વાસ્તવિક જેવી તસવીર, વીડિયો અને ઓડિયો બનાવવાની ક્ષમતા રાખે છે. નિષ્ણાતો અને અહીં સુધીની એઆઇ કંપનીઓની દેખરેખ રાખતા કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ ટૂલ લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી જાણકારી ફેલાવવાનો ખતરો પેદા કરી શકે છે.
2024માં અમેરિકા-ભારતમાં ચૂંટણી થશે. ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે ખોટી જાણકારીનો પ્રસાર કોઇ નવી વાત નથી. તેના માટે અનેક લોકોની જરૂર પડે છે. પરંતુ, એઆઇના આ ટૂલની મદદથી ઝડપી, સરળતાથી અને સસ્તામાં મોટા પાયે ખોટી જાણકારી બનાવવી હવે વધુ સરળ છે.
આ પ્રકારના ખોટા દાવા અને સમાચારો ફેલાવતા લોકોને રોકવા તો હજુ સરળ છે, પરંતુ AIના આ ટૂલથી આ સમસ્યા પહેલાંથી વધુ પડકારજનક બની શકે છે. હવે એક વ્યક્તિ કોઇ પણ સ્થળેથી મતદારોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી શેર કરવા હજારો જનરેટિવ એઆઇ બૉટને તહેનાત કરી શકે છે. એક વધુ એઆઇ તીવ્ર ગતિએ વિકસિત થઇ રહ્યો છે. તેનાથી જોડાયેલા ખતરા વિશે જાણ હોવા છતાં આ ટેક્નિકને અંકુશમાં લાવવા માટે કોઇ નક્કર પગલાં લેવાતાં નથી.