Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સીઝનની પહેલી મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુએ 155 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ બાઉન્ડરીમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.


અગાઉ, ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં RCBએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. એસ. સજનાએ 45 રન બનાવીને ટીમને 150ની નજીક પહોંચાડી હતી. તેણે નિકોલા કેરી (40 રન) સાથે 49 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. ઓપનર જી. કમલિનીએ 32 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા હતા. નદીન ડી ક્લાર્કે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે લૌરેન બેલ અને શ્રેયંકા પાટીલને એક-એક વિકેટ મળી હતી