Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

11 જાન્યુઆરીએ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ પ્રથમ વન-ડે મેચ કોટંબી સ્ટેડિયમમાં રમાશે, જેને લઈને વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂટ A અને B જાહેર કર્યા છે. ગોલ્ડન ચોકડીથી સ્ટેડિયમ સુધીના રસ્તાનો ડ્રોન વીડિયો રિલીઝ કરીને પોલીસે મુલાકાતીઓને આરામથી પહોંચવા માટે માર્ગદર્શન આપ્યું છે, જેમાં જનરલ અને VIP પાર્કિંગની વ્યવસ્થા સાથે મેચ પછી પરત ફરવાના વિકલ્પો પણ સામેલ છે.


વિરાટ કોહલી-રોહિત શર્મા જેવા સ્ટાર્સની હાજરીને કારણે 'હાઉસફુલ' થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકજામ ટળે અને મેચરસિકો શાંતિથી અને આનંદપૂર્વક મેચની મજા માણીને ઘરે પરત ફરી શકે, એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Om

જાણો વડોદરાથી કોટંબી સ્ટેડિયમ કેવી રીતે પહોંચી શકાશે? ગોલ્ડન ચોકડીથી ગોલ્ડન ટોલનાકા અને ત્યાંથી કોટંબી સ્ટેડિયમ પહોંચ્યા બાદ સૌથી પહેલા જમણી સાઇડ જનરલ પાર્કિંગ આવશે, મુખ્ય રોડ પર આગળ વધતા જમણી બાજુ VIP પાર્કિંગ આવશે. જનરલ અને VIP બંને પાર્કિંગમાંથી સ્ટેડિયમમાં જઈ શકાશે.