Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કેટલીક વખત ડર, ચિંતા અને પીડા જેવાં કારણોથી બાળકો જાગતાં રહે છે. કેટલીક વખત દિમાગમાં એક પછી એક વિચારોનો સિલસિલો ચાલતો રહે છે. ઊંઘ તેમનાથી ખૂબ દૂર રહે છે. આવી સ્થિતિમાં બાળકો ખુબ વધારે થાકેલા હોવા છતાં ઊંઘી શકતા નથી.

આ વિરોધાભાસી સ્થિતિ હોય છે. ઊંઘ આવતી હોય છે પરંતુ ઊંઘી શકતાં નથી. હકીકતમાં આ સંકટમાં અસ્તિત્વને લઇને શરીરને સક્રિય રાખવાની જવાબી પ્રતિક્રિયા છે. પરંતુ ઊંઘ માટે દિમાગમાં શાંતિ અને સુકુનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં બાળકોનાં માતા-પિતા માટે તેમની ભાવનાઓને સમજીને તેમની સાથે વર્તન કરવાની જરૂર હોય છે.

આવી સ્થિતિમાં ઠપકો અને આદેશ આપવાથી બાળકો ઊંઘતાં નથી. પરંતુ પ્રેમભરેલા સ્પર્શ અને પ્રેમભરેલી વાણી તેમના માટે સારવાર તરીકે કામ કરે છે. ભાવનાત્મક થાક તણાવનું જ એક રૂપ છે. જે બાળકો અને પુખ્યવયના લોકો બંનેની ઊંઘ હરામ કરીને તેમને આક્રમક બનાવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઊંઘનું દબાણ જેટલું વધારે રહેશે ઊંઘ પણ સરળ રીતે આવશે. એટલે કે બિસ્તર પર જતાંની સાથે જ ઊંઘ આવી જશે. ઇચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જશે.

દિમાગમાં એડિનોસાયન્સ કેમિકલ બનવાથી આવું થાય છે. આ એક પ્રકારનું પ્રોટીન છે. જે ઊંઘી ગયા બાદ દિમાગથી દૂર થઇ જાય છે. જેવા આપણે ઊઠીએ છીએ તો ફરી દિમાગમાં બનવાની શરૂઆત થઇ જાય છે.