Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સાંજના સુમારે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાની થઈ ન હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


આ બાયપાસ સર્કલ વાહનચાલકોને નડતરરૂપ રીતે બનાવવામાં આવેલું હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે અને સર્કલના લીધે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. છતાં જે તે જવાબદારો દ્વારા આ સર્કલને હટાવવાની અથવા તો તેની ડીઝાઈન બદલવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આ સર્કલ અંગે તંત્ર દ્વારા વિચારણા કરાય તે ઈચ્છનીય છે.

સર્કલના લીધે અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે
જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર લાંબા સમય પહેલા જળ સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ બનતા આ રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવર વધતા આ સર્કલ અકસ્માત સંભવિત બની જવા પામ્યું છે.

કારણ કે જસદણના આ જળ સર્કલમાં નગરપાલિકાની આળસના લીધે મસમોટું ખડ ઉગી નીકળ્યું છે અને તેને હટાવવામાં પાલિકાના સત્તાધિશોને જબરી આળસ છે. આથી અહીંથી પસાર થતા અને સામેથી આવતા વાહનો ચાલકોને દેખાતા ન હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.