Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

અમેરિકાથી લઇને બ્રિટન, ચીનથી લઇને રશિયા, એશિયા સુધી આર્થિક રીતે સંપન્ન દેશો હવે પીછેહઠ કરી રહ્યા છે. લોકો પરેશાન છે તેમજ દેશની આર્થિક પ્રગતિ થંભી ગઇ છે અથવા તો વિકાસદર ઘટી રહ્યો છે. કારણ છે રાજનેતા. આર્થિક વિકાસનો વાયદો કરીને રાજકારણમાં પ્રવેશનારા આ રાજનેતાઓ હવે આ જ મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યા છે.


વ્લાદિમીર પુટિને રશિયાને યુદ્વમાં ધકેલ્યું તો USમાં જો બાઇડેન પણ આર્થિક મંદીની વાત કરે છે. ચીનમાં શી જિનપિંગનું રાષ્ટ્રના નામ પર અનુશાસન એ હદે નિરંકુશ છે કે લોકો દેખાવો કરી રહ્યા છે. શી જિનપિંગની નીતિનો વિરોધ કરનારા પર દમન થઇ રહ્યું છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ આ પેટર્નમાં ફિટ બેસે છે. આર્થિક વિકાસના મુદ્દે તેઓ વડાપ્રધાન બન્યાં પરંતુ મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નિવડ્યાં.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4%ના વિકાસદરનો વાયદો કર્યો પરંતુ વૈશ્વિક વેપારની સિસ્ટમને નબળી બનાવીને વિકાસમાં અડચણ ઊભી કરી. અમેરિકાની સરકારે ગત વર્ષે 12,000 નવા નિયમ રજૂ કર્યા હતા. આજના નેતા દાયકામાં સૌથી વધુ સ્ટેટિસ્ટ છે. સમસ્યા એ છે કે રાજનેતાઓ અત્યારે ટૂ-ડુ યાદીઓને સતત નજરઅંદાજ કરે છે. તેમનો ચૂંટણીઢંઢેરો પહેલાંની તુલનામાં વિકાસ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારા માટે પણ તૈયાર નથી.