Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


શેરમાર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા અઢી વર્ષમાં અઢી ગણી વધીને 10 કરોડ પર પહોંચી ચૂકી છે. પરંતુ 24-45 વર્ષના 65% રોકાણકારો શેરમાર્કેટ મારફતે થતી વાસ્તવમાં કમાણી અંગે અજાણ છે. 67% રોકાણકારો રિટર્નના મામલે બેન્ચમાર્ક નિફ્ટીને માત આપવામાં નિષ્ફળ નિવડ્યા છે.


રિસર્ચ કંપની નીલસનના એક રિપોર્ટ અનુસાર, માત્ર કેટલાક ભારતીય રોકાણકારો જ જાણે છે કે તેઓને રિટર્નને મામલે નિફ્ટી અથવા સેન્સેક્સને માત આપવાની જરૂર હોય છે. અડધાથી વધુ રોકાણકારો વધુ રિટર્ન માટે શું કરી શકાય તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. બ્રોકરેજ કંપની સેમકો સિક્યોરિટીઝે નીલસન માટે આ સરવે કર્યો છે. આ સરવેમાં 24-45 વર્ષની ઉંમરના 2,000 રોકાણકારોને આવરી લેવાયા હતા.

રોકાણકારો એફડીના રિટર્ન પર નજર રાખે છે. પરંતુ જો તમે વધુ જોખમ ઉઠાવીને શેરમાર્કેટમાં રોકાણ કરો છો તો તમને તેનાથી વધુ કમાણી પણ થવી જોઇએ. અમારું માનવું છે કે રોકાણકારોને બેન્ચમાર્ક ઇન્ડેક્સ મારફતે ઓછામાં ઓછું 5%થી વધુ રિટર્ન મળે તેવો પ્રયાસ કરવો જોઇએ તેવું સેમકો સિક્યોરિટીઝના સ્થાપક જિમિત મોદીએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ રોકડ હોલ્ડિંગ વધીને 6.2% થઈ ગયું છે. ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ કેશ હોલ્ડિંગ 3.2% હતી.