Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને ક્રેડિટર્સે કંપનીની ફાઇનાન્સિયલ સર્વિસની શાખા રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ લિમિટેડ (RSIL)ના ડીમર્જરની યોજનાને મંજૂરી આપી છે. 2 મેના રોજ યોજાયેલી રિલાયન્સના શેરધારકોની બેઠકમાં ડીમર્જરના પક્ષમાં 99.99 ટકા મત મળ્યા હતા. ડીમર્જર માટે 100 ટકા ધિરાણદારો અને 99.99 ટકા ક્રેડિટર્સ તેના પક્ષમાં હતા. રિલાયન્સમાં રહેલા દરેક શેર પર ડીમર્જ થયેલી કંપનીનો શેરદીઠ રૂ.10ની વેલ્યૂ ધરાવતો એક શેર ઇસ્યૂ કરવામાં આવશે. ડીમર્જર બાદ RSIL જીયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ તરીકે ઓળખાશે.


જેફરીઝ રિસર્ચ અનુસાર JFSના શેર્સના લિસ્ટિંગ માટે દરેક જરૂરી મંજૂરી સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે. જેએફએસ તરત જ ધિરાણ માટેની કામગીરી શરૂ કરશે અને એસેટ મેનેજમેન્ટ, લાઇફ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ માટે નિયમનકારી પરવાનગી માટે પણ આગળ વધશે. નિયમનકારી મંજૂરી લેવામાં 12-18 મહિનાનો સમય લાગે તેવી અપેક્ષા છે. અત્યારે, RSILએ રિલાયન્સની સંપૂર્ણ માલિકીની પેટકંપની છે અને RBI હેઠળ નોંધાયેલી NBFC છે. રિલાયન્સે જેએફએસના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ICICI બેન્કના CEO અને પૂર્વ એમડી કે.વી કામથની પસંદગી કરી છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં ડીમર્જરની જાહેરાત કરતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ ખરા અર્થમાં પરિવર્તનશીલ, ગ્રાહક કેન્દ્રિત અને ડિજિટલ ફર્સ્ટ ફાઇનાન્સિયલ સર્વિસીઝ એન્ટરપ્રાઇઝ હશે જે દરેક ભારતીયને સરળ, કિફાયતી, નવીન ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ ઓફર કરશે. રિલાયન્સના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસે નાણાકીય વર્ષ 2022 દરમિયાન રૂ.1,535 કરોડની આવક નોંધાવી હતી અને રૂ.27,964 કરોડની સંયુક્ત એસેટ બેઝ પણ હતી.