Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન બીજી એક મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. ખાન પર આરોપ છે કે તેમણે ઇલેક્શન એફિડેવિટમાં માત્ર બે દીકરા હોવાની જાણકારી આપી, પરંતુ ઇલેક્શન કમિશનને અમેરિકામાં એક દીકરી હોવાની વાત ન બતાવી. આ મામલામાં એક પિટિશન ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


બે અઠવાડિયા પહેલાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં માંગ કરવામાં આવી છે કે ખોટું સોગનનામું આપવાના મામલામાં ઇમરાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરાવવામાં આવે. હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, ઇમરાન અનેઇલ્ક્શન કમિશનને નોટિસ પાઠવી આના પર જવાબ માગ્યો હતો. બુધવારે સાંજે હાઇકોર્ટે કહ્યું- ઇમરાનની વિરુદ્ધ આરોપ ખૂબ જ ગંભીર છે. અમે આ પિટિશન પર 20 ડિસેમ્બરથી સુનાવણી કરીશું.

પિટિશનમાં શું આરોપ
મામલો કેટલો ગંભીર છે, તેને અંદાજ એ વાતથી લગાવી શકાય કે આની સુનાવણી ઇસ્લામાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આમિર ફારુખે ખુદ પોતાના હાથમાં લીધો છે. પિટિશન સોશિયલ એક્ટિવિસ્ટ સાજીદ મહમૂદે દાખલ કરી છે.

પિટિશન અનુસાર-પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના ચીફ ઇમરાનના એફિડેવિટમાં કહ્યું હતું કે તેમના બે દીકરા છે. તેનાં નામ કાસીમ અને સુલેમન ખાન છે. બંને બ્રિટનમાં ખાનની ડિવોર્સી પત્ની જેમિમાની સાથે રહે છે. ઇમરાને અમેરિકામાં રહેનારી 28 વર્ષીય ટૈરિન વ્હાઇટનું નામ કેમ ન લીધું. અમેરિકન અને બ્રિટિશ અદાલતોમાં એ સાબિત થઇ ચૂક્યું છે કે ટૈરિનની માતા સીટા વ્હાઇટ અને ઇમરાનનું અફેર હતું. આનાથી ટૈરિનનો જન્મ થયો.

પિટિશનમાં કહ્યું હતું- ઇમરાન જ ટૈરિફના પિતા છે અને તેના તમામ સબૂતો હાજર છે. આનો મતલબ એ નહીં કે ખાને સંવિધાનના અનુચ્છેદ 62નું ઉલ્લંઘન કર્યું અને જૂઠું સોગનનામું આપ્યું. તેથી તેમને ભવિષ્યમાં કોઇ પણ ઇલેક્શન લડવાથી રોકવામાં આવે. ઇસ્લામ અનુસાર કોઇ પણ ઉમેદવારનું સાદિક અને અમીન (સાચો અને ઇમાનદાર) હોવું જરૂરી છે.

અમેરિકામાં છે ટૈરિન
ટૈરિન હાલમાં 28 વર્ષની થઇ ચૂકી છે અને અમેરિકામાં રહે છે. તેની માતાનું નામ સીટા વ્હાઇટ છે. ખાન ટૈરિન માટે સતત પૈસા મોકલતો રહે છે તેના પણ પુરાવાઓ છે.

હોમ મિનિસ્ટર બોલ્યા-પિટિશનમાં લગાવેલા આરોપ સાચા
ઇમરાન પર લાગેલા આરોપ પર દેશના હોમ મિનિસ્ટર રાના સનાઉલ્લાહે પણ રિએક્શન આપ્યું. રાનાએ મીડિયાને કહ્યું- આમાં કોઇ બેમત નથી કે ટૈરિન વ્હાઇટ ઇમરાન ખાનની પુત્રી છે. અમારી પાસે તેના પૂરતા પુરાવા છે. ઘણાં વર્ષો સુધી ખાને ટૈરિનના પિતા હોવાનો ઇનકાર કર્યો, પરંતુ આના મેડિકલ અને સાયન્ટિફિક એવિડન્સ હાજર છે અને ઇમરાન જેટલું જુઠ્ઠું બાલશે, એટલા જ ફસાતા જશે.

રાનાએ આગળ કહ્યું- અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની હાઇકોર્ટ ખાનને ટૈરિનના પિતા બતાવી ચૂકી છે. બ્રિટનની અદાલતે પણ આ ફેંસલો આપ્યો છે. ખાનની પહેલી પત્ની જૈમિમા ખુદ ટૈરિનને સાવકી બેટી કહે છે. હાઇકોર્ટે અમને જે નોટિસ પાઠવી છે તેનો જવાબ વિગતે આપવામાં આવશે અને તેના તમામ પુરાવાઓનો હવાલો પણ આપવામાં આવશે. ખાનનું વલણ બેહદ ગેરજવાબદાર છે.

અમેરિકન કોર્ટના ઓર્ડરથી ફસાયા ખાન
13 ઓગસ્ટ 1997માં કેલિફોર્નિયા હાઇકોર્ટના જસ્ટિસ એન્થોની જોન્સે ઇમરાનને ટૈરિનના પિતા જાહેર કર્યા હતા. જસ્ટિસ જોન્સે ફેંસલામાં કહ્યું હતું- તમામ મેડિકલ રિપોર્ટ્સ અને તપાસમાં એ સાફ છે કે ઇમરાન જ ટૈરિનના પિતા છે. ટૈરિનની માતા સીટા વ્હાઇટ અને ખાન 1987-88 સુધી રિલેશનમાં હતાં. ઇમરાને તપાસમાં સહયોગ આપવાની મના કરી હતી. તેમણે તપાસ માટે બ્લડ સેમ્પલ પણ આપ્યું નહોતું. ટૈરિન હાલમાં વેબર્લી હિલ્સમાં રહે છે.

ટૈરિનનો જન્મ 15 જૂન 1992માં થયો હતો. સીટાના વકીલે અમેરિકન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું- ખાને ટૈરિન સાથે ક્યારેય વાતચીત કરી નથી. જોકે તેઓ ટૈરિનની માતા સીટાના સંપર્કમાં રહે છે. 2004માં સીટા વ્હાઇટનું હાર્ટએટેકમાં મૃત્યું થયું હતું. આની પહેલાં સીટાએ અમેરિકન કોર્ટમાં ઇમરાન વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો.

સુનાવણી દરમિયાન ઇમરાનના વકીલે કહ્યું- 1992 પહેલાં મારા અસીલ એક્ટિવ ક્રિકેટર હતા. કેટલાય દેશોમાં ફર્યા. નાઇટ ક્લબ અને પબ્સમાં જતા હતા. ક્રિકેટમાંથી રિટાયર થયા બાદ તેઓ કટ્ટર ધાર્મિક બની ગયા.