Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે 5 જાન્યુઆરીના રોજ આ મામલે તપાસ કરવા ACB દ્વારા DYSP અને પીઆઇ સહિતના છ અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે.

ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, DYSP અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.

રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યમાં 4 વર્ષમાં ચોથા કલેક્ટર સસ્પેન્ડ કરવાની નોબત આવી છે. આ તમામ અધિકારીઓ જમીન કૌભાંડમાં સંડોવાયેલા હતા. જેમાં ડી.એસ.ગઢવી, આયુષ ઓક, કે.રાજેશ તથા ડો.રાજેન્દ્ર મહેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.