Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનારી મેચ 25 રને જીતી લીધી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. SRHએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. RCBએ બીજા દાવમાં પણ 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા પરંતુ મેચ હારી ગઈ હતી.


મેચમાં કુલ 549 રન બન્યા હતા, જે T20ના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલાં, SRH અને MI વચ્ચેની મેચમાં 523 રન બનાવ્યા હતા. SRHએ IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, ટીમે પોતાનો જ 19 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 27 માર્ચે ટીમે MI સામે 277 રન બનાવ્યા હતા.

SRH તરફથી ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી, તેણે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેને 67 રન અને અબ્દુલ સમદે 37 રન બનાવ્યા હતા. લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી.

RCB તરફથી દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 62 રન અને વિરાટ કોહલીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી કેપ્ટન પેટ કમિન્સે 3 અને મયંક માર્કંડેએ 3 વિકેટ ઝડપી હતી.