ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ માટે નફાકારક નિવડશે તેવી સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન NBFC 10-12 ટકાના લોન ગ્રોથ સાથે તેમની નફાકારકતામાં પણ 50 BPSનો સુધારો જોવા મળશે. ઇકરા રેટિંગ્સ અનુસાર, રિટેલ આધારિત NBFCs ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 12-14 ટકાના દરે વિસ્તરણ કરે તેવો અંદાજ છે જ્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો વૃદ્વિદર પણ 10-12 ટકાની આસપાસ જોવા મળે તેવી ધારણા છે.
એસેટ ક્વોલિટીમાં સુધારો તેમજ ક્રેડિટ માંગમાં એકંદરે વધારા બાદ આ આકલન કરવામાં આવ્યું છે. જો કે, રૂ.25 લાખ કરોડના બેન્કિંગ સેક્ટરમાં ક્વાર્ટર જેટલો હિસ્સો ધરાવતા માઇક્રોફાઇનાન્સ તેમજ પર્સનલ લોન સેગમેન્ટમાં પણ મોમેન્ટમ જળવાયેલું રહેશે.
આ વર્ષે ખાસ કરીને માર્જીનમાં સ્થિરતા તેમજ ઓછા ક્રેડિટ ખર્ચને કારણે પણ સેક્ટરની નફાકારકતામાં પણ 40-50 BPSનો સુધારો જોવા મળશે. આ સુધારો કોવિડના પૂર્વ સ્તરે રહેશે. NBFCs સેગમેન્ટમાં અલગ અલગ સેગમેન્ટમાં ગ્રોથમાં વેરિએશન જોવા મળશે પરંતુ સૌથી વધુ માઇક્રોફાઇનાન્સ તેમજ પર્સનલ લોન સેગમેન્ટમાં સૌથી વધુ વૃદ્વિ જોવા મળશે. બીજી તરફ, VFL (કોર્મશિયલ, વ્હિકલ ફાઇનાન્સ, પેસેન્જર વ્હિકલ ફાઇનાન્સ)માં પણ FY20થી મોમેન્ટન મંદી તરફી રહ્યું છે ત્યારે તેમાં પણ ચાલુ વર્ષ દરમિયાન ગ્રોથ જોવા મળશે.