રાજકોટમાં બુધવારે સિંગતેલના ભાવમાં વધુ રૂ. 20નો ભાવવધારો થયો હતો. આ સાથે જ તેલના ભાવે રૂ.2900ની સપાટી કુદાવતા ડબ્બાનો ભાવ રૂ.2910 થયો હતો. હાલમાં મગફળીની આવક અડધી છે. સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. પરિણામે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ તેની ઐતિહાસિક સપાટીએ છે.
બુધવારે રૂ.20નો વધારો આવ્યો હતો
તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહિ હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. સોમવારે ખૂલતી બજારે તેલનો ભાવ રૂ. 2850 રહ્યો હતો. મંગળવારે રૂ.40 નો ભાવવધારો આવ્યા બાદ બુધવારે રૂ.20નો વધારો આવ્યો હતો અને આમ બે દિવસમાં સિંગતેલમાં રૂ. 60નો વધારો થયો હતો. જોકે માત્ર તહેવાર સમયે જ ભાવ બાંધણું કરીને સંતોષ માની લેતા તંત્રને તહેવાર પછી વધેલા ભાવ અંગે નજર અંદાજ કરે છે.