ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે 2022 માં તેમના માર-એ-લાગોના ઘર પર દરોડા માટે FBIની ટીકા કરી છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને મેલાનિયાએ ચેતવણી આપી કે અમેરિકામાં લોકોના અધિકારોનું રક્ષણ થવું જોઈએ.
હકીકતમાં, 1 ઓક્ટોબરના રોજ મેલાનિયા ટ્રમ્પ તેમના જીવનની કેટલીક વાર્તાઓ પર એક પુસ્તક (સંસ્મરણો) રિલીઝ કરવા જઈ રહી છે. તેણે તેનો પ્રમોશનલ વીડિયો જાહેર કર્યો છે. આમાં મેલાનિયાએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમેરિકન સરકાર મારી પ્રાઈવસી પર આ રીતે હુમલો કરશે.
મેલાનિયાએ જણાવ્યું કે, તે દિવસે જ્યારે એફબીઆઈની ટીમ આવી ત્યારે તેમણે મારા અંગત સામાનની શોધખોળ કરી. આ માત્ર મારી વાર્તા નથી. આ અમેરિકાના તમામ નાગરિકો માટે ચેતવણી છે, અમારા અધિકારો અને સ્વતંત્રતાઓ સુરક્ષિત હોવી જોઈએ.