મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ અંતર્ગત ગોંડલની એમ.બી.કોલેજ માં અવેરનેસ કાર્યક્રમ રખાયો હતો. વિશ્વ એઇડ્ઝ દિવસ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબો તેમને સમજાય તેવી ભાષામાં આપવામાં આવ્યા હતા અને સાથે સમજાવાયું હતું કે એઇડ્ઝ કે ટીબી જેવા રોગોમાં સાવચેતી અને જાગૃતિ જ સાચું સલામતી કે સુરક્ષાકવચ બની શકે.
મારુ સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ હેઠળ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ અને કોમર્સ ગોંડલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એચ. આઈ. વી એઈડ્સ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા તથા સમગ્ર સ્ટાફ ઉપરાંત આઇસીટીસીના ઈન્ચાર્જ ડો. પાયલબેન રૈયાણી , મેડિકલ ઓફિસર ડો. પ્રકાશ યાદવ અને આઈ.સી. ટી. સી કાઉન્સેલર દિપ્તી રાવલ હાજર રહ્યા હતા તેમાં સેન્ટર દ્વારા અપાતી સેવાઓ, એઆઇવી, એઇડ્સ તથા ટી. બી.ની પ્રાથમિક જાણકારી અને યુવાવાસ્થામા એચઆઇવીના જોખમ અંગેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આશરે 150 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. કાર્યકમને અંતે વિધાર્થીઓને યુવાવાસ્થામાં ઉદભવતા અને મુંઝવતા પ્રશ્નો વિષે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને સમજાય તેવી ભાષામાં તેમને ઉત્તર આપવામાં આવ્યા હતા.