Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ક્રૂડની કિંમતોમાં શુક્રવારે ઘટાડો થયો હતો. હવે આંતરmરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ બેરલદીઠ 79.61 ડૉલર થયું છે. અગાઉ 28 સપ્ટેમ્બર, 2021ના રોજ આ સ્તર હતું. આ જ વર્ષે 7 માર્ચના રોજ ક્રૂડ ઓઇલની કિંમત બેરલદીઠ 139.13 ડોલર સુધી પહોંચી હતી. એ રીતે જોઇએ તો અત્યાર સુધી ક્રૂડ 42.8% સસ્તું થયું છે.


બીજી તરફ, પેટ્રોલ-ડીઝલની કિંમત 5% પણ ઘટી નથી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલ 101 રૂ. પ્રતિ લિ. હતું, અત્યારે 97 રૂ./લિ. છે. વાસ્તવમાં, સપ્લાયને લઇને અનિશ્ચિતતા ઓછી થવાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવા લાગી છે. તેનાથી કિંમત પર અસર થઇ છે. હાલ દેશના વિવિધ ભાગોમાં પેટ્ોલના ભાવ પ્રતિ લિટર 92થી 100 રૂપિયા સુધી છે.

આ કારણસર કિંમત ઘટી રહી છે
1) માંગને લઇને ચિંતા: મોંઘવારી અનેક દાયકાના ઉચ્ચ સ્તર પર પહોંચવાથી યુરોપ અને US જેવા વિકસિત દેશોએ વ્યાજદરો વધાર્યા છે. તેનાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવાની આશંકા છે.
2) ચીનમાં અનિશ્ચિતતા: ચીનમાં કોરોનાના પ્રતિબંધોમાં છૂટ બાદ ત્યાં મોટા પાયે સંક્રમણ ફેલાવાની આશંકા છે. જેને કારણે ત્યાં ક્રૂડની માંગ ઘટવાની વકી છે.
3) રશિયામાં સામાન્ય ઉત્પાદન: પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડ માટે 60 ડોલર/બેરલની ઉચ્ચ મૂલ્યમર્યાદા નક્કી કરી છે પરંતુ, રશિયન ઓઇલની નિકાસ અવરોધાય તેવી આશંકા નથી. ત્યાં તેનું સામાન્ય ઉત્પાદન છે. ભારત પણ રશિયા પાસેથી આ દરે ક્રુડ મેળવે છે.