Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાનગરપાલિકાના 34મા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે. હવે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવા માટે ફક્ત એક જ દિવસ આડો રહ્યો છે તેથી મંગળવાર સુધીમાં એજન્ડા નીકળી જાય તેવી શક્યતા છે.


તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતી વખતે જણાવ્યું હતું કે, તેમનું બાળપણ અહીં જ વિત્યું છે, ઉછેર અહીં થયો છે. હવે તે જ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીે પોસ્ટિંગ મળતા આનંદ થાય છે. લોકોને પડતી અસુવિધાના મુદાને પ્રાથમિકતા અપાશે.

વહીવટી કટોકટી : ટી.પી. શાખાના ભાગલા પડવાથી જે કામો અટકી પડ્યા છે, હાઈરાઈઝ અને લો-રાઈઝના પ્લાન મંજૂર નથી થતા તેમજ બી.યુ.પરમિશનના નિયમભંગ હોવા છતાં ડિમોલિશન નથી થતા.

ગેરકાયદે બાંધકામો : ટીઆરપી અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામો સામે ઝુંબેશ શરૂ કરવાની વાત હતી પણ તેમાં નાના વેપારીઓ જ દંડાયા છે. મોટાં માથાંઓ કે જેઓ સતત નિયમભંગ કરે છે તેમની સામે પગલાં લેવાયા તો દૂર એનઓસી અને બીયુ ન હોવા છતાં સીલ પણ કરાયા નથી.