કસરત કરવી જરૂરી હોવાની, કસરત માટે રોજ સમય કાઢવાની ઘણીવાર સલાહ અપાય છે પણ ક્યારેય એ નથી જણાવાયું કે આપણે કેટલી કસરત કરવી જરૂરી છે? અમેરિકામાં 1997થી 2004 દરમિયાન 4 લાખથી વધુ લોકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. તેમાં તેમની શારીરિક પ્રવૃત્તિઓ અંગે સવાલ પૂછાયા. તેના જવાબોથી સામે આવ્યું કે અઠવાડિયામાં 2 દિવસનો વ્યાયામ પણ ફાયદાકારક છે. તેનાથી લાંબું જીવવામાં 40% સુધી મદદ મળે છે.
ડેટાના અભ્યાસથી માલૂમ પડ્યું કે ડાયાબિટીસ, હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીઓથી બચવા અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કલાક એરોબિક્સ કરવું જોઇએ. તેનાથી મોતની આશંકા 15% સુધી ઘટી જાય છે જ્યારે અઠવાડિયામાં 3 કલાક સુધી એરોબિક્સ કરવાથી આ જોખમ 27% સુધી ઘટી જાય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના સેન્ટ લુઇની ફિઝિકલ થેરપિસ્ટ મોનિકા સિઓલિનોનું કહેવું છે કે ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ માટે સ્નાયુઓની તાકાત જરૂરી છે.
જેમ કે ખુરશી પરથી ઊભા થવું, અથાણાની બરણી ખોલવી, કરિયાણું ઘરમાં લઇ જવું કે યાર્ડ વર્ક કરવું. જોકે, ઉંમર વધે તેમ સ્નાયુઓની તાકાત ઘટવા લાગે છે. જે લોકો તાકાત વધારવાના અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 સત્રમાં ભાગ લે તો તેમના મોતનું જોખમ કસરત ન કરનારાઓની સરખામણીમાં 40% સુધી ઘટી જાય છે, જેને નિયમિત કસરત દ્વારા 63% સુધી વધારી શકાય છે.