અદાણી જૂથે સ્પષ્ટતા કરી છે કે કંપની દ્વારા શેર્સ ગીરવે મૂકીને લેવામાં આવેલી $2.15 અબજની લોનની ચૂકવણી કરી દેવામાં આવી છે અને માત્ર ઓપરેટિંગ કંપનીઓ ખાતેની લોનની કેટલીક ચૂકવણી બાકી છે અને અદાણી જૂથ તેની દેવાની ચૂકવણીની ક્ષમતા અંગે રોકાણકારોને ખાતરી આપવા માટે પણ પ્રતિબદ્ધ છે. શેર્સ ગીરવે મૂકીને અદાણી જૂથે લીધેલી $2.15 અબજની લોનની ચૂકવણી ન કરી હોવા અંગે પ્રકાશિત થયેલા એક રિપોર્ટ બાદ અદાણી જૂથે નિવેદન જારીને કરીને આ રિપોર્ટને કોઇપણ તર્ક અને આધાર વર્ગનો ગણાવ્યો હતો. અદાણી જૂથે ગત 12 માર્ચના રોજ શેર્સ ગીરવે મૂકીને લીધેલી લોનની ચૂકવણી કરી હોવાની જાહેરાત કરી હતી અને દરેક ગીરવે મૂકવામાં આવેલા શેર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા.
અદાણી ગ્રૂપ દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લોનની પુન:ચૂકવણી બાદ અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ તેમજ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝની પ્લેજ પોઝિશનમાં ઘટાડો થયો છે અને માત્ર ઓપરેટિંગ કંપનીઓ ખાતે બાકીના શેર્સ ગીરવે રહ્યા છે. ઓપરેટિંગ કંપનીઓ દ્વારા આ પ્રકારની લોન લેવામાં આવે છે અને કંપનીના લોનના માળખાનો જ એક ભાગ છે. બેન્કોએ કોલેટરલ તરીકે રાખવામાં આવેલા શેર્સ રિલીઝ નથી કરવામાં આવ્યા જે દેવુ ન ચૂકવ્યું હોવાનું સૂચવે છે.