વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન અગ્રણી છે અને વર્ષ 2023 દરમિયાન વૈશ્વિક ગ્રોથમાં ભારતનું યોગદાન 15 ટકાની આસપાસ રહેશે. કોવિડ મહામારી બાદ આધુનિકીકરણને સહારે વિશ્વની પાંચમી સૌથી વિશાળ ઇકોનોમીને વેગ મળ્યો છે ત્યારે બીજી તરફ મહત્વપૂર્ણ નાણાકીય નીતિ તેમજ આગામી વર્ષના બજેટ માટે મૂડીરોકાણ માટે ફાઇનાન્સિંગથી ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે. દેશનું પરફોર્મન્સ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. આ વર્ષ માટે ભારત 6.8 ટકાનો વૃદ્ધિદર જાળવી રાખે તેવી અપેક્ષા છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે અમે 6.1 ટકાના વૃદ્ધિદરનો અંદાજ રાખીએ છીએ.
વૈશ્વિક ઇકોનોમીમાં કેટલાક અંશે મંદી જોવા મળી શકે છે. વર્ષ 2023 દરમિયાન વૈશ્વિક ગ્રોથમાં ભારતનું યોગદાન 15 ટકા રહેશે. મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં આ સૌથી ઝડપી ગ્રોથ રેટ છે.
વર્ષ 2023માં જ્યારે વૈશ્વિક ગ્રોથ ગત વર્ષના 3.4 ટકાથી ઘટીને 2.9 ટકા રહેવાનો અંદાજ છે ત્યારે IMF વર્ષ 2023 વધુ મુશ્કેલ રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. ભારતનું પરફોર્મન્સ એ કારણસર મજબૂત રહ્યું છે કારણ કે ભારતે આધુનિકીકરણ મામલે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે અને બીજી તરફ ગ્રોથ અને નોકરી માટે તકોનું સર્જન કર્યું છે.