Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની રૂલ લેવલ સપાટીને જાળવી રાખવા તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે. લોકમાતા તાપી નદીમાં ભરપૂર માત્રામાં પાણી વહેતું થતાં નયનરમ્ય દ્રશ્ય ડ્રોન કેમેરામાં કેદ થયું હતું.

કોઝવેની સપાટીમાં વધારો

ઉકાઈ ડેમમાંથી ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવતાં સુરતના સીંગણપોર કોઝવેની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોઝવે હાલ 9.31 મીટરની સપાટી પર વહેતો થયો છે, સાથે જ તાપી નદી પરના ત્રણ બ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.
હળવા વરસાદી ઝાપટાં

સુરત શહેરમાં વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જેથી વાહનચાલકો રેઇનકોટ પહેરીને ઘર બહાર નીકળી રહ્યા છે. વરસાદી ઝાપટાં વચ્ચે તડકો નીકળવાની સાથે સાથે ફરી વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આઉટફલો 1,80,000 ક્યુસેકની ઉપર જતા રહેતા રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીનો ફરગેટ બંધ થઈ ગયો છે. થોડા સમય પછી મકાઈ પુલનો ફ્લડ ગેટ બંધ થઈ ગયો હતો. હાલ ત્રણ ફ્લડ ગેટ બંધ છે. ગત રોજ તાપી નદીના અડાજણ ખાતે આવેલા રેવાનગરમાં તાપીના પાણી પ્રવેશી ગયા હતા. આ વસાહતમાં રહેતા 60 લોકોને નજીક આવેલી મહાદેવ નગર સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ફલ્ડગેટ બંધ થયા છે તે વિસ્તારમાં ડી વોટરીંગ પંપ મૂકી દેવામાં આવ્યા છે.