મ્યુચ્યુઅલ ફંડ્સ SIPના સતત વધી રહેલા ટ્રેન્ડને જોતા એવું કહી શકાય કે છે છેલ્લા બે દાયકા દરમિયાન, આપણે ‘મ્યુચ્યુઅલ ફંડ નહીં હેથી લઇને મ્યુચ્યુઅલ ફંડ સહી હે’ની સફર સુધી પહોંચ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડ હવે દરેક મોઢે લેવાતું નામ છે અને મુખ્યત્વે જેન-ઝેડ દ્વારા તેના ઉપયોગનો વધતો ટ્રેન્ડ પણ સંતોષકારક છે તેવું બંધન AMCના સેલ્સ-માર્કેટિંગ હેડ ગૌરવ પરિજાએ જણાવ્યું હતું.
SIP રોકાણ માટે વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ અભિગમ પૂરો પાડે છે, જે ફાઇનાન્સિયલ માર્કેટમાં કોઇપણ અડચણ વગર પ્રવેશ કરવા માંગતા વ્યક્તિઓ માટે યોગ્ય રસ્તો છે. તાજેતરના વર્ષોમાં માર્કેટના પોઝિટિવ પરફોર્મન્સથી રોકાણકારોનો ભરોસો વધતા SIP શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ રહ્યું છે.
રોકાણકારો લાંબા ગાળાના ટ્રેન્ડમાંથી લાભ લેવા માટે પણ એસઆઇપી તરફ વળી રહ્યાં છે. તે ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા કેટલીક શૈક્ષણિક પહેલોને કારણે પણ એસઆઇપીને લગતી જાગૃતિમાં વધારો થયો છે.