Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં ગુનાહિત સત્યકથાઓ પર આધારિત જાણકારીની લોકપ્રિયતા વધી રહી છે. તેનાથી પ્રેરિત થઇને ત્યાંની મહિલાઓ તેમના નેટવર્કમાં રહેલા લોકોની અંગત જાણકારી એકત્ર કરી રહી છે. આ લોકોમાં સહકર્મી, મિત્ર અથવા પૂર્વ સાથી સામેલ છે. જાણકારી રેકોર્ડ કરવા માટે ખાસ પ્રકારના ફોલ્ડર ‘ઇફ આઇ ગો મિસિંગ’ (જો હું ગુમ થઇ જાઉં)નો ઉપયોગ થાય છે.

દસ્તાવેજના આ ફોલ્ડરમાં સૌથી પહેલા પોતાની તસવીરની સાથે ઓળખ માટે કોઇ બર્થમાર્ક અને ટેટૂ અંગે જણાવવાનું છે. તદુપરાંત આંગળીઓનાં નિશાન અને સોશિયલ મીડિયાથી જોડાયેલી જાણકારી આપવાની છે. તદુપરાંત, તમારી સાથે જોડાયેલા લોકોનાં નામ, સરનામું, એડ્રેસ, ફોન નંબર અને અન્ય વ્યક્તિગત જાણકારીને સામેલ કરાય છે. ત્યાં સુધી કે ડીએનએ માટે સેમ્પલ તરીકે વાળ વગેરેને પણ ફોલ્ડરમાં રખાય છે.

આ ફોલ્ડરને જાતે પણ બનાવી શકાય છે. તે ઑનલાઇન પણ ઉપલબ્ધ છે. સામાન્યપણે મહિલાઓ સાથે જોડાયેલા મોટા ભાગના ગુનાઓમાં કોઇ પરિચિત જ દોષી હોય છે. એવામાં કેટલીક મહિલાઓનું માનવું છે કે આ ફોલ્ડરથી તેઓને દુનિયામાં થોડું નિયંત્રણ મેળવવાની અનુભૂતિ થાય છે. જ્યારે તેઓ કોઇ અપ્રિય ઘટનાના શિકાર થાય છે, ત્યારે બની શકે કે તેઓ દોષીને પકડવામાં મદદ કરી શકે. લોસ એન્જલસ પોલીસ અધિકારી અનુસાર આવી જાણકારી ઉપયોગી છે. તે ગુના બાદ મળતી ટિપ્સ તરીકે મદદ કરી શકે છે.