Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટમાં તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદથી જ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવર-જવર પર પ્રતિબંધ મૂકીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમોમાં ફેરફાર શરૂ કરી દીધા હતા. દુનિયાને બતાવવા માટે પોતાના નિર્ણયો લાગુ કરવા તેણે મૌલવીઓની મદદ લીધી હતી.


મહિલાઓની સરકારી અને ખાનગી નોકરીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આગળ વધતી રોકવા તાલિબાની સુરક્ષાદળોએ મહિલાઓને ડરાવી, ધમકાવી, કસ્ટડીમાં લેવાથી લઈને અપહરણ પણ કર્યાં. અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર ખદીજા અહેમદીએ કહ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલ તરીકે કોર્ટમાં કામ કરતા અટકાવી દીધી છે. સત્તા પચાવી પાડતા પહેલાં અફઘાનમાં લગભગ 300 મહિલા જજ હતી. તાલિબાનને કારણે આ બધાએ દેશ છોડવો પડ્યો.

ખદીજા કહે છે કે તાલિબાનનું વલણ મહિલાઓવિરોધી જ રહ્યું છે. તાલિબાન મહિલાઓને દ્વિતીય દરજ્જાના નાગરિક તરીકે સ્થાપિત કરવા માગે છે. ખાસ કરીને યુવા પુરુષો અને છોકરાઓને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગની વસ્તુ બનાવી દેવા માગે છે. પ્રતિબંધોને કારણે હજારો પરિવાર મહિલાઓને લઈને પાકિસ્તાન, ઈરાન અને તૂર્કી જેવા પાડોશી દેશોમાં જતા રહ્યા છે. પાકિસ્તાન એ દેશોમાં ટોચે છે જ્યાં તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે પાકિસ્તાનમાં ભણી રહ્યા છે.