જૂનાગઢ મનપાએ રોડ બનાવવા પાછળ છેલ્લા 8 વર્ષ 211.41 કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છત્તાં હજુ પણ રસ્તાના નામે ખાડા જ મળે છે. ત્યારે ભાજપની અગાઉની બોડી દ્વારા આડેધડ રીતે રોડના ટેન્ડર પાસ કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ મુખ્યમંત્રી, ગુજરાત તકેદારી આયોગ, લાંચ રૂશ્વત બ્યુરો, શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ ગાંધીનગર, સ્થાનિક ભંડોળ હિસાબી કચેરીના સહાયક નિરીક્ષક તેમજ કમિશ્નરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ભૂગર્ભ ગટર બનાવવાની બાકી હોવા છત્તાં ટેન્ડર બહાર પાડી રોડના કામો કરાય છે.