શું બેંક ખાતામાં ‘મિનિમમ બેલેન્સ’ જાળવવું એ ક્રેડિટકાર્ડ ડિફોલ્ટ કરતાં મોટો ગુનો છે? દેશની બેંકો આ બાબતે મનમાની કરી રહી છે. તેઓ ક્રેડિટકાર્ડના ડિફોલ્ટ્સ પર વાર્ષિક 40% દંડ વસૂલે છે, પરંતુ ‘સેવિંગ્સ એકાઉન્ટ્સ’માં લઘુત્તમ બેલેન્સ ન રાખનારાઓ પર વાર્ષિક 103% દંડ લાદી રહ્યા છે. ફાઇનાન્સિયલ વ્હીસલ બ્લોઅર સુચેતા દલાલની ‘મનીલાઇફ ફાઉન્ડેશન’ અને આઇઆઇટી બોમ્બેના નિષ્ણાતોએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે.
આ નિષ્ણાતોએ 25 સરકારી અને ખાનગી બેંકો દ્વારા મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ વસૂલવામાં આવતા દંડનો અભ્યાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, બેંકો વાર્ષિક ધોરણે 103% દંડ વસૂલ કરી રહી છે. નિયમ એ છે કે શૉટ ફોલ રકમને 3 સ્લેબમાં ટકાવારીના આધારે પેનલ્ટી વસૂલવામાં આવે. સ્લેબ વધે તેમ ટકાવારીમાં ઘટાડો જરૂરી છે.
બેલેન્સ ઓછું હોય તો સ્લેબનો ફંડા સમજી લો
રિઝર્વ બેંકે શોર્ટફોલ માટે રૂ. 1000 સુધીના ત્રણ સ્લેબ નક્કી કર્યા છે. રિઝર્વ બેંકનો આશય એ છે કે ગ્રાહકને વધુ પડતી ખામીના કિસ્સામાં વધુ પડતો દંડ ન ભોગવવો જોઈએ પરંતુ બેંકો મનસ્વી રીતે કામ કરી રહી છે.