હરિયાણાના ફરીદાબાદમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પૂર્વ મકાન માલિકના પુત્રએ 7 વર્ષની માસૂમ બાળકીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તે બાળકીએ બૂમાબૂમ કરતાં તેના માથા પર ઇંટ મારી હતી.
આનાથી પણ તેનું મન ના ભરાતાં તે નિર્દયી આરોપીએ સેવિંગ બ્લેડથી તે માસૂમ બાળકીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. આ પછી તે બાળકીના મૃતદેહને સિમેન્ટના કોથળામાં નાખીને અરાવલીના જંગલમાં ફેંકી દીધો હતો. આ અરેરાટીભરી ઘટના મંગળવારે સવારે બતાવવામાં આવી રહી છે. તે માસૂમ બાળકી તે વખતે સ્કૂલ જતી હતી.
તે આરોપી તે બાળકીનો પીછો કર્યો હતો અને તેને ઊઠાવીને એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખાણ અનખીર ગામના રવીન્દ્ર ઉર્ફે રાજા (21)ના રૂપમાં થઈ છે. તે આરોપીની સૂચના પર પોલીસે બાળકીના મૃતદેહને જંગલમાંથી કબજે કર્યો હતો. મેડિકલ બોર્ડ હાલ તેનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. મૃતકનો પરિવાર મૂળ UPનો છે. ઘટનાસ્થળના CCTV પોલીસે કબજે કરી લીધા છે.
7 વર્ષની માસૂમ બાળકીનો પરિવાર અનખીરમાં ભાડે રહેતો હતો. તે મંગળવારે સવારે આઠ વાગે નજીકમાં આવેલી સરકારી શાળામાં ભણવા માટે જતી હતી. ઘરથી માત્ર 500 મીટર દૂર એક ખંડેર મકાન છે. તે મકાન જયપ્રકાશ નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રવીન્દ્રા ઉર્ફે રાજા તે બાળકીનો પીછો કરતા ત્યાં પહોંચ્યો હતો અને અચાનક જ તેનું મોઢું દબાવીને તે ખંડેર મકાનમાં ઘસડીને લઈ ગયો હતો.
ત્યાં જઈને આરોપીએ બળાત્કાર ગુજાર્યા પછી તે બાળકી બૂમો પાડવા લાગી હતી. જેના કારણે તેણે તેનું ગળું દબાવી દીધું હતું. આ પછી તે બાળકી બેભાન થઈ જતા, તે નરાધમે ફરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે તે બાળકી જાગી જતાં, પાસે પડેલી ઇંટથી બાળકીના માથા પર મારી હતી. આ પછી તેને શંકા જતાં સેવિંગ બ્લેડથી તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી.
મૃતદેહને કોથળામાં ભરીને જંગલમાં ફેંકી દીધો
ક્રાઇમ બ્રાંચ એન.આઈ.ટી પ્રભારી નરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આરોપી રવીન્દ્ર ઉર્ફે રાજાએ તે બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને એક સિમેન્ટના કોથળામાં લઈને બાઇક પર લઈ જઈને નજીકના જંગલ જેવા વિસ્તારમાં ફેંકી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક બાળકી 4 બહેનોમાં સૌથી નાનકડી હતી. તેના 8 મહિનાના ભાઈનું પહેલા જ મોત થઈ ગયું હતું. પિતા મજૂરી કામ કરે છે. જ્યારે માતા ઘરકામ કરે છે.
ક્રાઇમ બ્રાંચના પ્રભારીએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે જ્યારે બાળકી ઘરે પરત ના ફરી, ત્યારે તેના પરિવારના લોકોએ તેની શોધખોળ કરી હતી. આ પછી બુધવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ કેસ કરીને તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે અનખીર ગામમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી હતી, તો આરોપી તે બાળકીનો પીછો કરતો નજરે પડ્યો હતો. પોલીસે તે આરોપીને પકડીને કડકાઇથી પૂછપરછ કરતાં તેણે આખી કહાણી બતાવી હતી. પોલીસે આરોપીની વિરૂદ્ધ હત્યા અને રેપનો ગુનો નોંધીને કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે.