દેશમાં ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ અને રિફાઇન્ડ ઓઇલ પરના ડ્યૂટી ડિફરન્સના કારણે મુશ્કેલીમાં છે. જો સરકાર બજેટમાં ડ્યૂટી ડિફરન્સ પર ભાર નહિં આપે તો સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે તેલીબિયા ઉત્પાદકોને પણ મોટી અસર પડી શકે છે. સરકાર તેલીબિયાં પાકોમાં આત્મનિભર્ર બનવા તરફ આગળ વધી રહી છે આ લોંગટર્મ વિઝન છે જોકે તેની પોઝિટીવ અસર પડવા લાગી છે.
દેશમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા પામતેલના ઉત્પાદન માટે ઉત્તમ સ્થળ છે આ સાથે સરકાર પામના ઉત્પાદન માટે સબસિડી પણ આપી રહી છે જેનો ફાયદો આગામી એકાદ દાયકામાં જોવા મળી શકે છે. દેશમાં ખાદ્યતેલનો વપરાશ વાર્ષિક ધોરણે 55 મિલિયન ટનનો રહ્યો છે જેમાંથી 65-70 ટકા આયાતી ખાદ્યતેલ પર આધાર રાખવો પડી રહ્યો હોવાનું એનકે પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે ખાદ્યતેલમાં પણ કપાસિયા તેલની માગ સતત વધી રહી છે. એટલું જ નહિં દેશના કુલ ઉત્પાદનમાં પણ 65 ટકાથી વધુ હિસ્સો કપાસિયા તેલનો રહ્યો છે. ગુજરાત કપાસ અને કપાસિયાતેલ માટે વડુ મથક છે. કપાસિયા તેલના કુલ માર્કેટ હિસ્સામાંથી 70 ટકા હિસ્સો એન કે પ્રોટીન્સ ધરાવે છે.