Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વોશિંગ્ટનમાં સ્થિત પાકિસ્તાનના દૂતાવાસનો મોટો ભાગ વેચાવા જઈ રહ્યો છે. આ માટે બિડ પ્રોસેસ એટલે કે હરાજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે એમ્બેસીના ડિફેન્સ સેક્શનને ખરીદવા માટે જે બે સૌથી મોટી બોલી લાગી છે, તે બંને પાકિસ્તાનના દુશ્મન દેશો છે. આ બે દેશો છે ઈઝરાયેલ અને ભારત.


ઈઝરાયેલના યહૂદી ગ્રુપે 6.8 મિલિયન ડોલરની બોલી લગાવી છે. તો બીજી સૌથી મોટી બોલી લગાવનાર ભારતીય છે. તેણે 50 લાખ ડોલરમાં આ બિલ્ડિંગ ખરીદવાની ઓફર કરી છે.

જે વધુ પૈસા આપશે, તેને મળશે બિલ્ડિંગ
પાકિસ્તાન એમ્બેસીની બિલ્ડિંગ વેચવાના અહેવાલનો ખુલાસો ન્યૂઝપેપર 'ધ ડોન' દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એમ્બેસીના અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટ પબ્લિશ કરી છે. એક અધિકારીએ કહ્યું- એક યહૂદી, એક ભારતીય સિવાય ત્રીજી બોલી પાકિસ્તાની મૂળના વ્યક્તિએ 4 મિલિયન ડોલરમાં લગાવી છે. અમે સૌથી વધુ બોલી લગાવનારને બિલ્ડિંગ વેચીશું. આમ પણ હરાજીમાં આ જ પ્રોસેસ અપનાવવામાં આવે છે. ખરીદનાર કોણ છે અને આ મિલકત ખરીદવા પાછળ તેનો હેતુ શું છે તે અંગે અમારે ચિંતા ના કરવી જોઈએ.

રિપોર્ટમાં એક અન્ય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો યહૂદી ગ્રુપ આ એમ્બેસીને ખરીદે છે તો તે અહીં પૂજાસ્થળ એટલે કે સિનેગોગ બનાવશે. આ સારી બાબત છે કારણ કે તે ગુડવિલ પેદા કરશે. થોડા દિવસો પહેલા, 'ધ ડોન' એ સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે નાદારીની આરે ઉભેલા પાકિસ્તાન હવે તેની તમામ મિલકતો, ખાસ કરીને દૂતાવાસો અન્ય દેશોમાં વેચી શકે છે.

એમ્બેસીનો જે વિભાગ વેચાઈ રહ્યો છે તે લગભગ 20 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ ડિફેન્સ સેક્શન એટલે કે પાકિસ્તાન આર્મીની ઓફિસ તરીકે થતો હતો. પાકિસ્તાન સરકારની બીજી પ્રોપર્ટી રૂઝવેલ્ટ હાઉસને પણ વેચવાની તૈયારી છે. નાણામંત્રી ઈશહાક ડાર મીડિયા સામે પણ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે.

પાકિસ્તાનના કેટલાક અધિકારીઓ આ મામલે સફાઈ આપતા કહે છે - આ ઇમારત જૂની છે. બે રસ્તા છે. કાં તો અમે તેને રિનોવેશન પાછળ ખર્ચ કરીએ અથવા તેને વેચી દઈએ. રિપોર્ટ અનુસાર- કેટલાક લોકો સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે નવી અને જૂની બંને એમ્બેસી વેંચાઈ રહી છે.