Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ :
પોઝિટિવ : આ રાશિના જાતકો માટે લાભદાયક સમય બની રહ્યો છે. ઘરમાં નજીકના લોકોનું આગમન થઇ શકે છે. મનોરંજનનો કોઇ કાર્યક્રમ બની શકે છે. જો કામને લઇને કોઇ પ્લાનિંગ કર્યું હોય તો તેમનો તુરંત જ અમલ કરો.

નેગેટિવ : શોપિંગ અને આડા-અવળા ખર્ચા થઇ શકે છે ,તેથી બજેટનું પહેલાથી જ ધ્યાન રાખો. કોઇ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં તમામ જાણકારી મેળવી લો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભણવામાં ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.

વ્યવસાય : ધંધામાં ગતિવીધીઓ જોવા મળશે, કામના સ્થળે પરિવર્તનની યોજનાઓ બનશે. નોકરી કરતા લોકો જો નાની પણ ભૂલ કરે છો તો ભારે પડી શકે છે.

લવ : પ્રેમી-પંખીડા માટે આજનો સમય સારો રહેશે.

સ્વાસ્થ્ય : ઠંડીના કારણે લાપરવહી બિલકુલ ન કરો. ઋતુ અનુસાર ખાવા-પીવામાં ફેરફાર કરો.

ભાગ્યશાળી રંગ : બ્લુ

ભાગ્યશાળી અંક : 9
—---------
વૃષભ :

પોઝિટિવ : આ રાશીના જાતકો માટે સારો સમય છે. છેલ્લાં ઘણા સમયથી જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તેમાંથી છુટકારો મળશે. ઘરમાં રહેલા વયો-વૃધ્ધ લોકોનું ધ્યાન રાખો અને તેમના દ્રારા આપવામાં આવેલા સલાહનો અમલ કરો.

નેગેટિવ : બીજા કોઇની વાતમાં વધાર દખલ ન કરો. કોઇ નજીકના મિત્ર કે સંબંધીઓ સાથે ચાલી રહેલો વિવાદનું નિરાકરણ કરો. જોખમી કામથી દુર રહો નહી તો નુકસાન થઇ શકે છે.

વ્યવસાય : આજના દિવસે ધંધામાં જ પુરતું ધ્યાન આપો. નવા ઓર્ડર મળી શકે છે. તમારી હિંમત અને આત્મવિશ્વાસથી અટકેલા કામો પુરા થઇ શકે છે.

લવ : પ્રેમ- સંબંધમાં મર્યાદાનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્ય : મોસમી બીમારીથી દુર રહેવા માટે ખાવા-પીવામાં ધ્યાન આપો

ભાગ્યશાળી રંગ : લાલ

ભાગ્યશાળી અંક : 6

—---------
મિથુન
પોઝિટિવ : અનુભવ ને પ્રભાવશાળી લોકોના સંપર્કમાં રહો. લાભદાયી સુચન મળવાથી તમે કોઇ મોટો નિર્ણય લઇ શકો છો.

નેગેટિવ : કોઇ કારણ વગર પ્રવાસને કારણે સમય અને પૈસા બરબાદ થશે. તમારા ગુસ્સા અને આવેશને કાબુમાં રાખો. કોઇ નજીકના મિત્ર અને સંબંધી સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાય : કામમાં તનતોડ મહેનત કરવાથી થોડો ફેરફાર થઇ શકે છે. જો કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય બેસ્ટ છે.

લવ : પતિ-પત્ની વચ્ચેના સંબંધમા મધુરતા રહેશે. યુવાનો પ્રેમ-પ્રકરણથી દુર રહે.

સ્વાસ્થ્ય : શરીરમાં સુસ્તી અને થાકનો અનુભવ થઇ શકે છે. તડકામાં થોડીવાર બેસો.

ભાગ્યશાળી રંગ : કેસરી

ભાગ્યશાળી અંક : 5
—---------
કર્ક :

પોઝિટિવ : આજના દિવસે કોઇ પણ કોલને નજર અંદાજ ન કરો કારણ કે આજના દિવસે કોઇ મહત્વના કામ અંગે સુચના મળી શકે છે. કામમાં એકાગ્રતા રાખવાથી આર્થિક સ્થિતી સારી રહેશે.

નેગેટિવ : કોઇ પણ યોજનામાં કોઇના નિર્ણયની બદલે તમારા પર જ વિશ્વાસ કરો. આજના દિવસે પોતાના પર ભરોસો રાખીને તનતોડ મહેનત કરવી પડી શકે છે.

વ્યવસાય : કામના સ્થળે કોઇ સમસ્યા થઇ શકે છે. નોકરી કરતા લોકોએ ફાઇલ વર્કમાં કોઇ ગડબડ ન થાય તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

લવ : કોઇ પણ નિર્ણય લેતા પહેલાં પરિવારના લોકો સાથે ચર્ચા કરો.

સ્વાસ્થ્ય : વાતાવરણમાં ફેરફારને કારણે નબળાઇ અને થાકનો અનુભવ થઇ શકે છે.

ભાગ્યશાળી રંગ : લાલ

ભાગ્યશાળી અંક : 4
—---------

સિંહ
પોઝિટિવ : આજના દિવસે કોઈ કામ પૂરું થઇ શકે છે. આ સાતેહ જ પર્સનલ કામમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારમાં કોઈ વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત થવાને કારણે ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે.

નેગેટિવ : તમારી કામ કરવાની પદ્ધતિને બીજા સાથે શેર ન કરો, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે, પોતાના પર ભરોસો રાખીને જ કોઈ કામ કરો.

વ્યવસાય : કામમાં નવો ઓર્ડર મળશે જેનાથી આર્થિક રીતે ફાયદો થશે, નોકરી કરતા લોકો માટે હાલ સમય સારો નથી તેથી થોડી રાહ જોવી ફાયદામાં રહેશે.

લવ : ઘરમાં ખુશીનો માહોલ રહેશે. યુવાનોની દોસ્તીમાં નજદીકીયાં આવશે.

સ્વાસ્થ્ય : શરદી-ઉધરસને કારણે તબિયત ખરાબ થઇ શકે છે. સાવધાની રાખો. દેશી ઈલાજ લો.

ભાગ્યશાળી રંગ : સફેદ

ભાગ્યશાળી અંક : 7
—---------
કન્યા :
પોઝિટિવ : આજના દિવસે તમારા માટે પણ થોડો સમય કાઢો. તમને ઘણી માનસિક શાંતિનો અનુભવ થશે.અને ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે. ક્યાંક અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

નેગેટિવ : વધુ પડતા સમાધાન અને હલચલની પ્રવૃત્તિઓથી દૂર રહેવું સારું રહેશે. કારણ કે નકામી ચર્ચાથી વાદ-વિવાદની સંભાવના છે. બીજાની સલાહ પર કામ કરવાને બદલે પોતાના પર વિશ્વાસ રાખો.

વ્યવસાય : ધંધામાં સુધારો જોવા મળશે. ઓફિસનો માહોલ અને સહયોગીઓ સાથેનો સંબંધ મધુર રહેશે.

લવ : પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો થઇ શકે છે. કોઈ જુનો મિત્ર મળવાથી યાદો તાજી થશે.

સ્વાસ્થ્ય : મહિલાઓએ સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવાની જરૂર છે.

ભાગ્યશાળી રંગ : ઓરેન્જ

ભાગ્યશાળી અંક : 5

—---------
તુલા :
પોઝિટિવ : પોઝિટિવ નજર રાખવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને ઘણી સ્મસ્યાનોનું નિરાકરણ આવી શકે છે. સોસાયટી અને સામાજિક ગતિવિધિઓમાં તમારો સહયોગ મળશે. કોઈ નવી યોજનાની શરૂઆત થઇ શકે છે.

નેગેટિવ : આ રાશિના જાતકો પર્સનલ કામમાં જ વ્યસ્ત રહેશે. કોઈને સલાહ ન આપો નહીં તો સંબંધમાં ખટાશ આવી શકે છે. વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપવાની બદલે હરવા-ફરવામાં ધ્યાન આપશે.

વ્યવસાય : આજના દિવસે ફોન દ્વારા ઓર્ડર મળી શકે છે. નોકરી કરતા લોકોને વધારે કામને કારણે ઓવરટાઈમ કરવો પડી શકે છે.

લવ : ઘરની વ્યવસ્થામાં પરિવારજનોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે.

ભાગ્યશાળી રંગ : ગુલાબી

ભાગ્યશાળી અંક : 6
—---------
વૃશ્ચિક :

પોઝિટિવ : ઘરમાં પરિવર્તન સંબંધી કોઈ યોજના બની શકે છે. આ માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે, પરિવારમાં મિલ્કત ને અન્ય કોઈ મુદ્દાને લઈને મુંઝવણ હોય તો તેનું નિરાકરણ થઇ શકે છે.

નેગેટિવ : પાડોશી કે મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો.

વ્યવસાય : નોકરી કરતા લોકોને કોઈ મહત્વપૂર્ણ કામને કારણે કંપનીને ફાયદો થશે. નજીકના ભવિષ્યમાં ઝડપી પ્રમોશન થઇ શકે છે.

લવ : પરિવારના સભ્યો સાથેના સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્ય : હાલના વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. તેથી સાવધાની રાખો.

ભાગ્યશાળી રંગ : નીલો

ભાગ્યશાળી અંક : 9
—---------
ધન :
પોઝિટિવ : આજનો દિવસ સારો રહેશે. કોઈ અનુભવ વ્યક્તિની સલાહને કારણે છેલ્લાં થોડા સમયથી જે સમસ્યા ચાલી રહી છે તેનું સમાધાન મળવાથી ઘરનો માહોલ પોઝિટિવ રહેશે. બાળકોના ભવિષ્યને લઈને વિચાર-વિમર્શ થશે.

નેગેટિવ : યુવાનોએ નિરર્થક પ્રવૃત્તિઓમાં ફસાઈને પોતાની કારકિર્દી સાથે રમત ન કરવી જોઈએ. આ સમય ઘણા પ્રયત્નો કરવાનો છે. પડોશીઓ સાથે કોઈ પણ બાબતમાં ફસાશો નહીં.કારણ કે આ સમયે કોર્ટ કેસ અને પોલીસ કાર્યવાહી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

વ્યવસાય : વેપારમાં કોઈ ખાસ કામને લઈને થોડી મૂંઝવણ રહેશે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરવાથી ચોક્કસ કોઈ યોગ્ય ઉકેલ આવશે. નાણાંકીય બાબતોનું ધ્યાન રાખવું. નોકરિયાત લોકોએ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ બગાડવા નહીં.

લવ : કુટુંબ વ્યવસ્થા સુખદ અને વ્યવસ્થિત રહેશે. પ્રેમ સંબંધોમાં ભાગ્યશાળી રહેશે.

સ્વાસ્થ્ય : કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ભાગ્યશાળી રંગ : ઓરેન્જ

ભાગ્યશાળી અંક : 3
—---------
મકર

પોઝિટિવ : પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યામાં પરિવારના સહયોગથી નિરાકરણ થશે. મિલકતના ખરીદ-વેચાણને લગતા અટકેલા કામનું નિરાકરણ આવી શકે છે.

નેગેટિવ : તમારી પર્સનલ વાત કોઈ સાથે શેર ન કરો. સંતાનના કામને લઈને ભાગદોડ વધારે રહેશે.

વ્યવસાય : ધંધામાં વૃદ્ધિ થોડી ધીમી રહેશે, પરંતુ આવકની સમસ્યા નહીં રહે. કોઈ નવી ગતિવિધિઓમાં ધ્યાન આપવાને બદલે વિદેશી ધંધામાં ધ્યાન આપો.

લવ : પ્રેમસંબંધમાં એકબીજાનું ખાસ ધ્યાન રાખો.

સ્વાસ્થ્ય : ઘરના કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થઇ શકે છે. તેથી તેમના પર વિશેષ ધ્યાન રાખો.

ભાગ્યશાળી રંગ : આસામની

ભાગ્યશાળી અંક : 8
—---------
કુંભ :

પોઝિટિવ : આજે કોઈ પણ કામમાં વ્યસ્ત રહેશો અને સારું પરિણામ મળશે અને થાક લાગવા છતાં મન ખુશ રહેશે.સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે.

નેગેટિવ : જમીન, વાહન વગેરેની ખરીદી માટે લોન લેવાની યોજના બનાવી શકાય છે. પરંતુ ચિંતા કરશો નહીં, તે ફક્ત તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરશે.

વ્યવસાય : વેપારમાં સફળતા મળશે. નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. તમને વિશેષ અધિકાર પણ મળી શકે છે.

લવ : પારિવારિક સભ્યો વચ્ચે તાલમેલ સારો રહેશે.

સ્વાસ્થ્ય : ખાવા-પીવામાં કંટ્રોલ રાખો. હાલની ઋતુ પ્રમાણે સતર્ક રહો.

ભાગ્યશાળી રંગ : બદામી

ભાગ્યશાળી અંક : 9
—---------
મીન :

પોઝિટિવ : આ રાશિના જાતકોની દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે. ઘરમાં શુભ કાંઈ યોજનાઓ બનશે.તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઈપણ મુશ્કેલ કામને તમારી મહેનતથી ઉકેલવાની ક્ષમતા તમારામાં રહેશે. બાળકોની કોઈપણ પ્રવૃત્તિ હળવાશભરી રહેશે.

નેગેટિવ : થોડો સમય આત્મચિંતન અને ચિંતનમાં વિતાવો. કેટલીકવાર તમે તમારા અહંકાર અને ગુસ્સાથી નુકસાન પહોંચાડો છો. તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાય : ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. ઓફિસમાં ચાલી રહેલા રાજકારણથી પોતાની જાતને દૂર રાખો અને ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવ : લગ્નજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય મિત્રો સાથે સારુંવર્તન કરો, નહીં તો તમારી પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે.

સ્વાસ્થ્ય : તીખી-તળેલી વસ્તુઓનું સેવન ન કરો, નહીં તો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ભાગ્યશાળી રંગ : કેસરી

ભાગ્યશાળી અંક : 3