Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનની રાજનીતિમાં ફરી એકવાર ઓડિયો-વીડિયો લીક થવાનું શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી (પિંકી પીરની)નો ઓડિયો લીક થયા બાદ હવે એક નવું પ્રકરણ સામે આવ્યું છે.

પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી મેજર આદિલ રઝાએ આરોપ લગાવ્યો છે કે દેશની સેના અને ગુપ્તચર એજન્સી ISI નેતાઓના અશ્લીલ વીડિયો બનાવે છે અને આ માટે દેશની ટોચની અભિનેત્રીઓની મદદ લેવામાં આવે છે. રઝાના કહેવા પ્રમાણે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં આર્મી અને આઈએસઆઈના સેફ હાઉસ છે અને આ વીડિયો ત્યાં તૈયાર કરવામાં આવે છે. તેમની મદદથી નેતાઓને બ્લેકમેલ કરવામાં આવે છે.

રઝાએ 4 અભિનેત્રીઓના નામની ઈનિશિયલ્સ આપી છે. ચારમાંથી બે અભિનેત્રીઓએ આગળ આવીને આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે.

રઝાએ વીડિયો જાહેર કર્યો હતો

મેજર આદિલ રઝા (નિવૃત્ત) એ બે દિવસ પહેલા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના પોતાના જ નેતાઓ વિરુદ્ધ હનીટ્રેપિંગ કરી રહી છે. જનરલ કવર જાવેદ બાજવા અને લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ આ કામમાં સામેલ છે. આર્મી અને આઈએસઆઈ પાસે ઘણી જગ્યાએ સેફ હાઉસ છે. દેશની ટોચની અભિનેત્રીઓ આ સેફ હાઉસમાં આવતી રહે છે. લશ્કરી અધિકારીઓ તેનો ઉપયોગ કરે છે. અહીં રાજનેતાઓને બોલાવવામાં આવે છે અને પછી આ અભિનેત્રીઓ સાથે તેમના વીડિયો બનાવવામાં આવે છે.
જનરલ કમર જાવેદ બાજવા હજુ હમણાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફ હતા. લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદે ગયા મહિને જનરલ બાજવા સાથે નિવૃત્તિ લીધી હતી. તે થોડા મહિના પહેલાં સુધી આઈએસઆઈનો ચીફ હતો. આ બંને સૈન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેઓએ માત્ર ઈમરાનને સત્તામાં લાવવા માટે સ્ક્રિપ્ટ લખી હતી. બાદમાં ઈમરાન અને બાજવા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ જ્યારે સેનાએ તેમને ખુરશી પરથી હટાવ્યા.
રઝાનો આરોપ છે કે રાજનેતાઓ અને અભિનેત્રીઓના વીડિયો બનાવ્યા બાદ રાજનેતાઓને બ્લેકમેલ કરવામાં આવે છે. રઝાએ થોડા દિવસ પહેલાં પણ આવો જ આરોપ લગાવ્યો હતો.

સજલ અને કુબ્રા સામે આવી

રઝાએ 4 અભિનેત્રીઓ પર સેનાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેણે ચારેય અભિનેત્રીઓના નામના ઈનિશિયલ કહ્યા છે. આ MH, MK, KK અને SA છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ નામો મહવિશ હયાત, માહિરા ખાન, કુબ્રા ખાન અને સજલ અલી છે.
આદિલ પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. ચારમાંથી બે અભિનેત્રીઓએ તેના આરોપ પર સ્પષ્ટતા આપી હતી. કુબ્રા ખાન અને સજલ અલીએ કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા સજલ અલીએ સીધું મેજર આદિલ કે સેનાનું નામ લીધું નથી. તેમણે કહ્યું - આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? દેશમાં નૈતિકતા નામની કોઈ વસ્તુ નથી એ ખૂબ જ દુઃખદ છે. લોકોના માન સાથે રમત રમાઈ રહી છે. આ પછી, એક ચેનલ સાથેની વાતચીતમાં સજલે કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી હતી, પરંતુ અહીં પણ તેણે રઝાનું નામ લીધું ન હતું.
કુબ્રા ખાને સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું- હું આરોપ લગાવનારને 3 દિવસનો સમય આપું છું. તેણે માફી માંગવી જોઈએ અને આરોપ પાછો ખેંચવો જોઈએ. જો આમ નહીં થાય તો હું તેની સામે ચારિત્ર્ય માનહાનિનો કેસ કરીશ. વધુ બે અભિનેત્રીઓ માહિરા ખાન અને માહવિશે હજુ સુધી આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

રઝા યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે

મેજર આદિલ રઝા સોલ્જર સ્પીક્સ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેના લગભગ 3 લાખ સબસ્ક્રાઇબર્સ છે. આ સિવાય તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પાકિસ્તાની સેના સાથે જોડાયેલી બાબતો પર વાત કરે છે.

આદિલ રઝાને ઈમરાનની ખૂબ નજીક માનવામાં આવે છે. ઈમરાનના કહેવા પર જ રઝા પાકિસ્તાનની નાગરિકતા છોડીને બ્રિટન શિફ્ટ થઈ ગયો હતો. અહીંથી તે ઈમરાનની તરફેણમાં અને વિરોધીઓની વિરુદ્ધ પ્રચારના વીડિયો જાહેર કરી રહ્યો છે.

તાજેતરમાં જ રઝાએ એક વીડિયોમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર, ગુપ્તચર એજન્સીઓ અને સેનાના માણસો બ્રિટનમાં મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. મારા મિત્રોએ સલાહ આપી છે કે મારે બ્રિટન છોડીને કેનેડા ચાલ્યા જવું જોઈએ.