ભારતીય સ્ટાર પંકજ અડવાણીએ 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી છે. પંકજે કુઆલાલંપુરમાં લોન્ગ ફોર્મેટનો ખિતાબ જીત્યો હતો.
38 વર્ષના ક્યુ સ્ટાર પંકજે ફાઈનલ મેચમાં પોતાના જ દેશના સૌરવ કોઠારીને 1000-416થી હરાવ્યો હતો.
તેણે 18મી વખત બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું છે. 20 વર્ષ પહેલા આજના દિવસે 21 નવેમ્બર 2003ના રોજ પંકજે તેનું પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. પછી તે સ્નૂકરમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા. જે બાદ પંકજે 2005માં બિલિયર્ડનું પ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું.
પંકજે પોઈન્ટ ફોર્મેટમાં આ ખિતાબ જીત્યો છે. તેને લોન્ગ ફોર્મેટ કહેવામાં આવે છે. આ કેટેગરીમાં, ખેલાડીએ મેચ જીતવા માટે એક હજાર પોઈન્ટ બનાવવાના હોય છે, જ્યારે સમયના ફોર્મેટમાં આ પોઈન્ટને અલગ-અલગ ફ્રેમમાં વહેંચવામાં આવ્યા છે. 150 પોઈન્ટની ફ્રેમ હોય છે. આ ફોર્મેટમાં, ખેલાડીએ ફ્રેમ જીતવા માટે 150 પોઈન્ટ બનાવવાના હોય છે. આ શ્રેણીની મેચો બેસ્ટ ઓફ 3, બેસ્ટ ઓફ 5 અને બેસ્ટ ઓફ 7ના આધારે રમાય છે.