કેન્દ્ર સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલું છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે TRF પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ગૃહ મંત્રાલયે TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ બંને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ સામે ટેરર લિંકના પુરાવા મળ્યા હતા.