મંગળવારનો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીનું ઘણુ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા, ઉપાસના, મંત્ર અને ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે. આજે મંગળવાર અને હનુમાન જયંતીનો આંખો સંયોગ છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા આજે પણ હનુમાનજી ભક્તોનું રક્ષણ અને તેમના કલ્યાણ માટે પૃથ્વીલોકમાં નિવાસ કરે છે. ભક્તો અનુસાર મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પૂજા કરવાથી જ થઇ જાય છે.
હનુમાનજીને સંકટમોચનના નામે પૂજવામાં આવે છે. કારણ કે તે ભક્તના જીવનમાંથી સઘળા સંકટોનું શમન કરનારા છે. કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે તેના જીવનમાંથી નકારાત્મક ઊર્જાનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. એટલું જ નહીં, હનુમાનજી જટિલ બીમારીઓથી, ગંભીર સમસ્યાઓથી અને શત્રુબાધામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવનારા છે. અલબત્, ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા આ મારુતિની ઉપાસનાનાં પણ કેટલાંક ખાસ નિયમો છે
મંગળવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ધ્યાન કરો. સુંદરકાંડનો પાઠ કરતા પહેલાં પૂજા સ્થાન પર રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરો. સીતા-રામ અને હનુમાનજીની મૂર્તિઓ નજીકમાં રાખો. આ પછી ફળ, ફૂલ, મિઠાઈ અને સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.