સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સોમવારે (16 સપ્ટેમ્બર) કહ્યું કે તે તેના કર્મચારીઓની તમામ માગણીઓ આંતરિક રીતે ઉકેલશે. માર્કેટ રેગ્યુલેટરે કર્મચારીઓને આપેલું પોતાનું જૂનિયર (4 સપ્ટેમ્બર) નિવેદન પણ પાછું ખેંચી લીધું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જુનિયર કર્મચારીઓ બહારના લોકોના પ્રભાવ હેઠળ આંદોલન કરી રહ્યા છે.
સેબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેબી કર્મચારીઓ સંબંધિત મામલાઓને યોગ્ય આંતરિક તંત્ર દ્વારા ઉકેલે છે. તમામ ગ્રેડના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ તમામ બાબતો સંપૂર્ણપણે સેબીની આંતરિક બાબતો છે અને તેનું નિરાકરણ પણ સેબીના ધોરણો મુજબ આંતરિક રીતે કરવામાં આવશે.
ગયા મહિને (6 ઓગસ્ટ), સેબીના કર્મચારીઓએ નાણા મંત્રાલયને પત્ર લખીને ઝેરી વર્ક કલ્ચર પર ચિંતા વ્યક્ત કરી હતી. કર્મચારીઓએ નેતૃત્વ પર કઠોર ભાષાનો ઉપયોગ કરવાનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઇક્રો મેનેજમેન્ટનો આરોપ લગાવ્યો અને નેતૃત્વમાં ફેરફારની માગ કરી.