Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સચિન જીઆઇડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 મળી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. વ્યાજખોરો 10થી 15 ટકા વ્યાજ લેતા હતા. શહેરમાં ગેરકાયદે વ્યાજ નાણાં ફેરવતા વ્યાજખોરોની ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી સ્પે. ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે.

આ ડ્રાઇવના આધારે ગુરુવારે સચિન જીઆઇડીસી પોલીસે પોતાના વિસ્તારોમાં ખાસ કરીને નાના ધંધાદારીઓ, શાકભાજી પાથરણાં અને લારીવાળાઓ અને કટલરી સામાન વેચતા ધંધાદારીઓ પાસેથી 10થી 15 ટકા ઊચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરતા 11 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે વ્યાજખોરો પાસેથી કોરા ચેકો, ડાયરીઓ, લખાણો સહિતના ડોક્યુમેન્ટો કબજે કર્યા હતા. સચિન જીઆઇડીસી પીઆઈ જે.આર.ચૌધરીએ સ્ટાફ સાથે વ્યાજખોરોને પકડવા કાર્યવાહી કરી હતી. સચિન પોલીસે 3 વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી.

આ વ્યાજખોરો પર પોલીસે ગાળિયો કસ્યો

નીરજ બનારસી તિવારી(રહે,સીધ્ધી ગણેશ,સચિન જીઆઇડીસી)
શાહુલ હમીદ (રહે,હરીનગર,ઉધના)
સંતોષ (રહે,બરફ ફેકટરી પાસે, સચિન જીઆઇડીસી)
ઈમુદ્દીન ઉર્ફે આલમ મૂળજી આલમ શેખ(રહે,તિરૂપતિનગર,ઉન)
જયેશ ભાણા ખલાસી(રહે,ગભેણીગામ, વાડી ફળિયું)
કલ્પેશ ઉર્ફે કપીલ ખલાસી(રહે,રાજીવનગર,ગભેણીગામ)
સંતોષ ધોબી(રહે, સચિન જીઆઇડીસી)
દિનેશકુમાર(રહે,રામેશ્વર કોલોની, સચિન જીઆઇડીસી)
કેસુર ઉર્ફે કેતન પટેલ(રહે,તલંગપુરગામ, સચિન જીઆઇડીસી)
ગુલાબચંદ્ર ઘનરાજ યાદવ(રહે.ઉમંગ રેસીડન્સી,કનસાડ,સચિન)
ઈમ્તીયાઝ અબ્દુલ કરીમ શેખ(રહે,લાજપોરગામ,સચિન)
ઉકા ઉર્ફે કરશન રત્ના ભરવાડ(રહે,મહાવીરનગર,પારડી,સચિન)
જયેશ ગોવિંદ પટેલ(રહે,શીલાલેખ રો હાઉસ,સચિન)
આલમ(રહે,તિરૂપતિનગર,ઉન, સચિન જીઆઇડીસી)