પાકિસ્તાનની સંસદમાં ઉંદરોએ ધમાલ મચાવી ગણી અગત્યની અને ગુપ્ત ફાઈલો ખાઈ લેતાં પાકિસ્તાની સરકારની ઊંઘ ઊડી ગઈ છે. સંસદમાં ઘૂસી ગયેલા મોટા મોટા ઉંદરોનું કરવું શું, એ સવાલ છે. આ બધા વચ્ચે પાકિસ્તાનની ભિખારી બની ગયેલી સરકારે એવો નિર્ણય લીધો છે કે આ ઉંદરોને પકડવા માટે શિકારી બિલાડીઓ પાળો. મજાની વાત એ છે કે પાકિસ્તાનની જનતા પાસે ખાવા લોટ નથી, 400 રૂપિયે કિલો ટમેટાં મળે છે. પેટ્રોલની તો વાત જ જવા દો. લાઈટ પણ માંડ બે કલાક મળે છે. આવી સ્થિતિમાં બિલાડીઓ ખરીદવા 12 લાખનું બજેટ ફાળવી દીધું, એટલે પાકિસ્તાનની સંસદમાં ઉંદરો તો આંટા મારતા જ હતા, પણ હવે બિલાડીઓય દોડાદોડી કરતી જોવા મળશે.
પાકિસ્તાની ચેનલ જિયો ટીવીએ સોમવારે આ માહિતી આપી હતી. હકીકતમાં સંસદનું કદ સતત વધી રહ્યું છે. એણે સેનેટ અને નેશનલ એસેમ્બ્લીના વિભાગોમાં ઘણી મહત્ત્વપૂર્ણ અને ગોપનીય ફાઈલોનો નાશ કર્યો છે. એ તેમના વાયર કાપીને કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ ઉંદરોને ખતમ કરવા માટે સીડીએ ખાનગી નિષ્ણાતોની મદદ લેવાનું પણ આયોજન કરી રહ્યું છે. આ ઉપરાંત ઉંદરોને પકડવા માટે ખાસ પ્રકારના મેશ ટ્રેપ (માઉસ ટ્રેપ) પણ લગાવવામાં આવશે.