ભાગેડુ ‘ગેંગસ્ટર’ દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓની મદદ કરનાર 3 આરોપીઓને વિશેષ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. દાઉદ અને તેની સાથે જોડાયેલા લોકોને પાકિસ્તાનના કરાચીમાં ગુટકા ફેક્ટરી ચાલુ કરવામાં જે.એમ. જોશી અને અન્ય બે લોકોએ મદદ કરી હતી. આ જ મામલે વિશેષ જજ બી.ડી. શેલ્કેએ જોશી, જમીરુદ્દીન અન્સારી અને ફારુખ મન્સૂરીને મકોકા હેઠળ દોષિત ઠેરાવ્યા હતા.
આ મામલે માણિકચંદ ગ્રૂપના સ્થાપક રસિકલાલ ધારીવાલ પણ એક દોષિત હતા, પરંતુ 2017માં તેમના નિધન બાદ તેમને આ મામલાથી અલગ કરાયા હતા. વાસ્તવમાં, રસિકલાલ અને જે.એમ.જોષી સાથે જ ગુટકાનો વેપાર કરતા હતા પરંતુ પૈસાને લઇને વિવાદ થયો હતો. ત્યારે કહેવાયું હતું કે જોશીએ ધારીવાલથી અલગ થઇને ગોવા ગુટકાના નામે એક બીજી કંપની શરૂ કરી હતી, પરંતુ બંનેએ વિવાદને પૂરો કરવા દાઉદની મદદ લીધી હતી. તેના પર દાઉદે શરત રાખી હતી કે પાકિસ્તાનમાં પણ એક ગુટકા ફેક્ટરી લગાવે.