Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.


એઝાઝે આ યુવતીને લાલચ આપી તેના વશમાં કરી
માલગઢના એક પરિવારની દીકરી રસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી.જ્યાં તેને રાજપુર ગવાડીના એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. જેને પ્રેમજાળમાં ફસાવી ઘરે આવતો - જતો થયો હતો. સમય જતાં એઝાઝે આ યુવતીને લાલચ આપી તેના વશમાં કરી હતી. જેણી તેણી તેની પાસે જવા જીદ કરતી હતી. આ અંગે યુવતીના પિતાએ ઘરે આવવાની ના કહેતા એઝાઝ શેખે તકરાર કરી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો બધું જ મારી પાસે છે એટલે તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેમ કહી દાદાગીરી કરી હતી.