Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના ચંદ્રયાન-3 મિશન બાદ હવે ચીને પણ તેનું મૂન મિશન લોન્ચ કર્યું છે. આ મિશનનું નામ ચેંગ'ઈ-6 મિશન છે અને તેમાં પાકિસ્તાનનો આઈક્યુબ-Q સેટેલાઇટ લગાવેલ છે. આ સેટેલાઈટમાં 2 કેમેરા છે, જે ચંદ્રની સપાટીની તસવીરો લેશે.


ચંદ્ર મિશનને હેનાન ટાપુ પર વેનચાંગ સ્પેસ સાઇટ પરથી લોંગ માર્ચ 5 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, તેનું લક્ષ્ય ચંદ્રનો દૂરનો ભાગ (જ્યાં અંધારું હોય છે) પર જઈને સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર મોકલવાનું છે.

આ ચાઈનીઝ પ્રોબ 53 દિવસ સુધી ચંદ્ર પર રહેશે એટલે કે 25 જૂને પૃથ્વી પર પરત ફરશે. આ પ્રોબ શરૂઆતના થોડા દિવસો પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિતાવશે અને બાદમાં ચંદ્ર તરફ જશે. ચીને વર્ષ 2030 સુધીમાં ચંદ્ર પર માણસો મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મિશન પણ આ જ લક્ષ્યનો એક ભાગ છે.