સૌથી વધુ સંપત્તિ ગુમાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્લાના શેરમાં થયેલા મોટા પાયે કડાકાને કારણે મસ્કના નામે ગિનેસ બુકમાં રેકોર્ડ રચાયો છે. મસ્કે એક વર્ષમાં અંદાજે 6.47 લાખ કરોડ રૂપિયા (200 અબજ ડોલર)ની સંપત્તિ ગુમાવી છે.
ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા અનુસાર 2021માં ઇલોન મસ્કની સંપત્તિ 26.35 લાખ કરોડ રૂપિયા હતી જે 2023માં ઘટીને 11.36 લાખ કરોડ થઇ ચૂકી છે. આટલા ઓછા સમયમાં મોટા પાયે સંપત્તિ ગુમાવવામાં મસ્કે 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાનના ટેક રોકાણકાર માસાયોશી સોન પાસે હતો જેમણે 2000ના વર્ષમાં 4.82 લાખ કરોડ ગુમાવ્યા હતા.