Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાલ બોર્ડનું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓને માટે આગળના અભ્યાસ માટે નોન ક્રીમિલેયર અને આવકનો દાખલાની જરૂરિયાત પડે છે. રાજકોટની જૂની મામલતદાર કચેરી, બહુમાળી ભવન, નવી કલેક્ટર કચેરી, કાલાવડ રોડ પર સ્થિત મામલતદાર કચેરી અને પી.ડી.એમ પાસે આવેલી મામલતદાર કચેરીમાં આ કામગીરી થાય છે. હજુ 15 દિવસ પહેલાં જૂની મામલતદાર કચેરીમાં આ એજન્ટોને હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ ફરી પાછો અડ્ડો જમાવી લીધો છે.


હાલ અત્યારે અરજદારોની સંખ્યા વધારે હોય છે ત્યારે આ એજન્ટો માટે તો જાણે સિઝન ખૂલી ગઈ હોય તેવો માહોલ જામ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે બુધાવરે રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે 11.45ની વચ્ચે 1.00 કલાક સુધીમાં 17થી વધુ એજન્ટોએ જૂની મામલતદાર કચેરીમાં જ પોતાનો અડ્ડો જમાવી લીધો હતો.જે કામ મામલતદાર કચેરીમાં નિ:શુલ્ક ધોરણે થાય છે તે કામ માટે એજન્ટો અરજદારો પાસેથી ફોર્મ ભરવાના રૂ.50, સોગંદનામું કરવાના રૂ.350 અને જો માતા-પિતા સાથે ન હોય તો રૂ.500 વસૂલીને પણ સોગંદનામું કરી આપવાની તૈયારી બતાવી હતી. જોકે આ દરેક કામગીરી મામલતદાર કચેરીમાં વિનામૂલ્યે થાય છે. આ જ પરિસરમાં પૂર્વ મામલતદાર અને તાલુકા મામલતદાર બન્નેની ઓફિસ આવેલી છે. જ્યારે એજન્ટો હતા ત્યારે તાલુકા મામલતદાર ફરજ પર હાજર હતા અને અહીંથી આવતા- જતા બન્ને વખત તેઓ વાહનમાં બેસીને આ પરિસરમાંથી પસાર થયા હતા તો શું મામલતદારના ધ્યાનમાં આ કમિશન એજન્ટનો અડ્ડો નહિ આવતો હોય તેવો પ્રશ્ન અરજદારોમાં ઉઠ્યો છે.