Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એલન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દેશે. તેઓએ કહ્યું હતું કે 'કોઈ મૂર્ખ વ્યક્તિ આ પદ માટે બરાબર જણાશે', ત્યારે જ તેઓ CEO તરીકે રાજીનામુ આપશે. હજુ બે દિવસ પહેલાં જ તેમણે તેના 122 મિલિયન ટ્વિટર યુઝર્સને પૂછ્યું હતું કે શું તેમણે સોશિયલ મીડિયા સાઇટના નેતા તરીકે પદ છોડવું જોઈએ? ત્યારે મોટાભાગના યુઝર્સે 'હા'માં જવાબ આપ્યો હતો.

ઓક્ટોબરના અંતમાં $44 બિલિયનમાં ટ્વિટર ખરીદનાર એલન મસ્કે ટ્વિટરની નવી પોલિસી અને અમુક કન્ટેન્ટના કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

પોલ કરીને લોકોના મંતવ્ય માગ્યા
તેમણે બે દિવસ પહેલા એક ટ્વિટર પોલ કર્યો હતો, જેમાં તેમણે લોકેને પૂછ્યું હતું કે શું તે ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દે? સર્વેમાં 17.5 મિલિયન મતો પડ્યા હતા. જેમાં 57%થી પણ વધુ લોકોએ 'હા'માં જવાબ આપ્યો હતો.

એલન મસ્કે ટ્વિટર પોલના રિઝલ્ટ પછી આડકતરી રીતે રિઝલ્ટ વિશે જણાવ્યું હતું. મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્વિટરની પોલની પોલિસીને સુધારવા માગે છે. આમાં માત્ર સબ્સક્રિપ્શન લીધેલી વ્યક્તિ જ પોલ કરી શકશે.

મસ્કે કહ્યું 'કોઈ મુર્ખ વ્યક્તિ મળશે, ત્યારે જ રાજીનામુ આપીશ'
સોમવારે ટ્વિટર પોલની પોલિસી બદલાવવાનું કહ્યા પછી મંગળવારે મસ્કે વધુ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પદ માટે 'કોઈ મુર્ખ વ્યક્તિ મળશે, પછી જ રાજીનામુ આપીશ'. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પછી હું માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમનું જ સંચાલન કરીશ.

જોકે આ બધા પરથી હજુ સ્પષ્ટ થયું નથી કે તેઓ રાજીનામુ આપશે કે નહિ. કારણ કે તેઓએ અનેક વખત પોતાના નિવેદનોને ફેરવી તોડ્યા છે. ત્યારે આ બધી જ વાતો નકામી સાબિત થઈ શકે છે.