દેશની નિકાસ એપ્રિલ દરમિયાન 1% વધી $34.99 અબજ નોંધાઇ છે. જો કે બીજી તરફ દેશની વેપાર ખાધ વધીને ચાર મહિનાના સર્વાધિક સ્તરે $34.99 અબજ નોંધાઇ છે. ડેટા અનુસાર વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશના ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરના મજબૂત ગ્રોથને સથવારે દેશની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.
નિકાસ ઉપરાંત આયાત પણ એપ્રિલ દરમિયાન 10.25% વધી $54.09 અબજ નોંધાઇ છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન સોનાની આયાતને કારણે વધીને $49.06 અબજ રહેવા પામી હતી. સોનાની આયાત આ જ સમયગાળા દરમિયાન બમણી વધીને $3.11 અબજ નોંધાઇ છે. જ્યારે ક્રૂડ ઓઇલની આયાત પણ 20.22% વધી $16.5 અબજ રહી છે.
માર્ચ 2024 દરમિયાન, શિપમેન્ટ ઘટીને $41.68 અબજ રહી છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $41.96 અબજ રહી હતી. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક રહી છે.