Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


અમેરિકાનું ત્રીજુ સૌથી વધુ વસતી ધરાવતા શહેર શિકાગોનું અર્થતંત્ર રિસ્કી ઝોનમાં છે. તે અમેરિકન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ વ્યવસ્થા અને અર્થતંત્રનું એક મોટું કેન્દ્ર છે. શિકાગોને પશ્ચિમ-મધ્ય અમેરિકાની વ્યાવસાયિક અને સાંસ્કૃતિક રાજધાની પણ કહેવાય છે. આ શહેરમાં દુનિયાની સૌથી મોટી ડેરિવેટિવ એટલે કે ફ્યુચન ઑપ્શનમાં ટ્રેડ કરતી કંપનીઓ છે. શેરમાર્કેટથી લઇને મકાઇના વાયદા કારોબાર સુધી જોડાયેલી આ કંપનીઓ દર વર્ષે લગભગ ત્રણ લાખ કરોડ ડૉલર (83.3 લાખ કરોડ રૂપિયા)થી પણ વધુની લેવડદેવડ કરે છે. તે ભારતના સમગ્ર અર્થતંત્રથી થોડી જ ઓછી છે. શહેરની 6 લાખ કરોડથી પણ વધુ કદની ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી હજારો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.

પરંતુ આ કંપનીઓ પર હવે નવા મેયર દ્વારા $800 મિલિયન (6600 કરોડ રૂપિયા)નો ટેક્સ પ્રસ્તાવિત છે. શહેર સંકટમાં છે, મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે અને શરણાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. અધિકારીઓ આગામી વર્ષે 4,500 કરોડ રૂપિયાની ખોટનું અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે. એક આઇડિયા એ છે કે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર આ ટેક્સ લાગૂ કરવામાં આવે. આ કારણથી અનેક કંપનીઓએ શહેર છોડવાનું નક્કી કર્યું છે.

શહેરમાં એક તરફ વધતા ગુનાઓથી કંપનીઓ પહેલાથી જ પરેાશન છે. કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ પરસ્પર વાતચીત દરમિયાન એ નિર્ણય લીધો છે કે જો શહેરમાં ગુનાનો ગ્રાફ આ જ રીતે વધતો રહેશે અને કંપનીઓ પર નવો ટેક્સ લદાશે તો શહેર છોડવા પર વિચાર કરી શકે છે.