Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આશરે 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલું એઆઈ આજે ઘણાં કામોમાં માણસો કરતાં આગળ નીકળી ગયું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ 2024નો એઆઈ ઇન્ડેક્સ જારી કર્યો છે. ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર એઆઈ એ દ્રશ્ય તર્ક, તસવીર બનાવવા અને અંગ્રેજીની સમજ સહિત અન્ય ઘણાં પ્રમુખ ધારા-ધોરણો પર માણસોને પાછળ છોડી દીધા છે. હવે એઆઈ માટે નવા માપદંડ બનાવવા પડશે.


જોકે રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રતિસ્પર્ધા-સ્તરનું ગણિત, યોજના અને સામાન્ય જ્ઞાન તર્ક જેવા કેટલાંક જટિલ કામોમાં હજુ પણ એઆઈ માણસો કરતાં પાછળ છે. રિપોર્ટમાં AIની દુનિયામાંથી કેટલાંક ચિંતાજનક વલણો પણ સામે આવ્યાં છે. જેમ કે અમેરિકા સહિત ઘણા દેશોમાં કંપનીઓ AIનો ઉપયોગ ઝડપથી વધારી રહી છે. કોડ શેર કરનારા સામાન્ય મંચ ટિટહબ પર એઆઈ કોડિંગ પ્રોજેક્ટ્સની સંખ્યા 2011માં લગભગ 880 હતી, જે 2023માં વધીને 18 લાખ થઈ ગઈ.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે એઆઈ કારીગરોને વધુ ઉત્પાદક બનાવવા અને કામની શ્રેષ્ઠ ગુણવત્તામાં મદદ કરવામાં પણ સફળ રહ્યું છે. મોટા ભાગની કંપનીઓ તેના વ્યવસાયમાં કોઈ ને કોઈ સ્તરે AIને અપનાવી રહી છે. નવા ગ્રાહક બનાવવા, સંપર્ક કેન્દ્રોને સ્વચાલિત બનાવવા માટે AIનો ઉપયોગ વધ્યો છે.