અલ્લાહાબાદ હાઈકોર્ટે મથુરાની કોર્ટમાંથી કૃષ્ણ જન્મભૂમિક-શાહી ઈદગાહ મસ્જિદના એએસઆઈના પુરાતત્ત્વીય સરવે કરાવવાની અરજી અંગે ચાર મહિનામાં નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને એક અન્ય અરજી પર જસ્ટિસ પીયૂષ અગ્રવાલે સોમવારે અરજીનું નિરાકરણ કર્યું હતું.
આ અરજીમાં મથુરા કોર્ટમાં એએસઆઈના સરવેની પેન્ડિંગ અરજીનો ઝડપથી નિર્ણય કરવાની અપીલ કરાઈ હતી. તેમાં દાવો કરાયો છે કે, વિવાદિત પરિસર ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન છે. ત્યાં પહેલાં મંદિર હતું અને તેને ધ્વસ્ત કરીને શાહી ઈદગાહ બનાવાઈ છે.