દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિને બચાવવા માટે એક એવી લડાઇ લડી જેમનું દ્રષ્ટાંત સમગ્ર વિશ્વમાં આપવામાં આવી રહ્યું છે. એક દાયકાથી પણ લાંબા આ સંઘર્ષમાં વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ એક અબજપતિ કારોબારી પાસેથી 3,25,000 એકર અમૂલ્ય જમીન પરત લેવાની સમજૂતી કરી છે. મધ્ય ચિલીમાં સ્થિત એન્ડીઝ પર્વત શ્રેણી અને પ્રશાંત મહાસાગરની વચ્ચે હાસિંડા પુચેગુઇનના નામથી જાણીતી આ પ્રોપર્ટી અનેક નેશનલ પાર્કથી ઘેરાયેલી છે. આ વિસ્તારમાં અનેક નદીઓ, પ્રાચીન એલ્ડર્સના વૃક્ષોના જંગલો છે.
તે ઉપરાંત વિશ્વબરના પર્વતારોહકો વચ્ચે લોકપ્રિય ઊંચી ઊંચા ગ્રેનાઇટના ખડકો વચ્ચે ઘેરાયેલી કેથેડ્રલ કોચામો ખીણ છે જે પ્યૂમા, દુર્લભ પ્રજાતિના દેડકા અને લુપ્તપ્રાય દક્ષિણ એંડિયન હરણો માટે એક હર્યુંભર્યું આવાસ પ્રદાન કરે છે. આ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે માનવતાથી અસ્પૃશ્ય છે, અગાઉની સદીમાં કેટલાક વસાહતીઓએ અહીં નાના નાના ખેતર બનાવ્યા હતા અને તેઓને સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો હતો.
2000ના દાયકાની શરૂઆતમાં, ચિલી સરકારે આ વિસ્તારમાં સડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ સ્થાનિક નિવાસીઓએ આ ઇકો સેન્સિટિવ વિસ્તારમાં વિકાસનો વિરોધ કરીને આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. વર્ષ 2007માં, ચિલીના માઇનિંગ અને રિયલ એસ્ટેટના કારોબારથી જોડાયેલા અબજપતિ રોબર્ટો હેજમેને 200થી વધુ પરિવારો પાસેથી ટૂકડા ટૂકડા કરીને અહીંની જમીન ખરીદવાની શરૂ કરી. જમીન ખરીદવાની સાથે જે તેમણે આ વિસ્તારમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો. તેમાં નદી પર એક વીજળીના ઉત્પાદન માટેનું યંત્ર, 39 માઇલ્સની ટ્રાન્સમિશન લાઇન અને જંગલોમાં સડકોનું નિર્માણ સામેલ હતું. જો કે હેજમેને શરૂઆતથી જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.